Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્પે. ટ્રેન તરીકે દોડતી
જામનગર તા. ૨૨: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર સંચાલિત હાપા અને નાહરલાગુન વચ્ચે ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનને ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ થી નિયમિત ટ્રેન તરીકે કાયમી ધોરણે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેન નંબર ૧૯૫૨૫/૨૬ હાપા-નાહરલાગુન એક્સપ્રેસ હાપા-નાહરલાગુન એક્સપ્રેસ દર બુધવારે હાપાથી ૦૦.૪૦ વાગ્યે ઉપડશે અને શુક્રવારે ૧૬ વાગ્યે નાહરલાગુન પહોંચશે. આ ટ્રેન ૨૩ સપ્ટેમ્બરથી કાયમી ધોરણે નિયમિત ટ્રેન તરીકે ચલાવવામાં આવશે.
આવી જ રીતે, ટ્રેન નંબર ૧૯૫૨૬ નાહરલાગુન-હાપા એક્સપ્રેસ દર શનિવારે નાહરલાગુનથી ૦૯:૪૦ વાગ્યે ઉપડશે અને મંગળવારે ૦૦.૧૫ વાગ્યે હાપા પહોંચશે. આ ટ્રેન ૨૬ સપ્ટેમ્બરથી કાયમી ધોરણે નિયમિત ટ્રેન તરીકે ચલાવવામાં આવશે.
આ ટ્રેન બંને દિશાઓમાં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બિયાવરા-રાજગઢ, રુઠિયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, ભિંડ, ઇટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, બનારસ, વારાણસી, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, હાજીપુર, શાહપુર પટોરી, બરૌની, બેગુસરાય, ખગડિયા, નૌગછિયા, કટિહાર, બારસોઈ, કિશનગંજ, ન્યૂ જલપાઈગુડી, ન્યૂ કૂચબિહાર, કોકરાઝાર, ન્યૂ બોંગાઈગાવ, બારપેટા રોડ, રંગિયા, ઉદાલગુડી, ન્યૂ મિસામારી, રંગાપારા નોર્થ અને હરમુતી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ૨-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર ક્લાસ અને સામાન્ય દ્વિતીય શ્રેણી (જનરલ) ના કોચ હશે.
રેલવે દ્વારા ગાડી સંખ્યા હાપા-નાહરલાગુન-હાપા એક્સપ્રેસમાં જોડવામાં આવતા ૪ જનરલ કોચ ના સ્થાને ૪ રિઝર્વ્ડ સેકન્ડ ક્લાસ કોચ જોડવામાં આવશે. આ ઉપરાંત, લગેજ કમ બ્રેક વાન સાથે જોડાયેલા અનામત જનરલ કોચ ને પણ અસ્થાયીરૂપે અનામત સેકન્ડ ક્લાસ કોચ તરીકે ચલાવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial