Advertisement
Author: નોબત સમાચાર

લેબર કોલોની-૮ પાસે માર્કેટમાં કરાતું નશાકારક ચોકલેટનું વેચાણ પકડી પાડતી એસઓજી ટીમ

૧૦૪૦ ચોકલેટ સાથે એક શખ્સ ઝડપાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: લાલપુરના આરબલુસ ગામ પાસે લેબર કોલોની-૮ સામે ભરાતી માર્કેટમાં એક દુકાનમાં ગઈકાલે એસઓજી ટીમે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી નશાકારક મનાતી ચોકલેટના ૧૦૪૦ નંગ કબજે કર્યા છે. આ જથ્થા સાથે આરબલુસના શખ્સની અટકાયત કરાઈ છે.

લાલપુર તાલુકાના આરબલુસ ગામ પાસે લેબર કોલોની-૮ નજીક ભરાતી માર્કેટમાં એક શખ્સ નશાકારક ચોકલેટનું વેચાણ કરતો હોવાની બાતમી એસઓજીના વિરેન્દ્રસિંહ, બલભદ્રસિંહ, મયુરરાજસિંહને મળતા ઈન્ચાર્જ પીઆઈ વી.બી. ચૌધરીને વાકેફ કરાયા પછી ગઈકાલે પીએસઆઈ એલ.એમ. જેર તથા એસઓજી સ્ટાફે દરોડો પાડ્યો હતો.

લેબર કોલોની-૮ સામે ભરાતી માર્કેટમાં નામ વગરની એક દુકાનમાંથી તરંગ મદનમોદક વટી-આયુર્વેદિક ઔષધી નામની નશાકારક ચોકલેટનું વેચાણ કરતો ભીખુભા અમરસંગ જાડેજા નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ પાસેથી ૧૦૪૦ નંગ ચોકલેટ કબજે કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh