Advertisement
Author: નોબત સમાચાર

શેરીમાં બાઈક ધીમુ ચલાવવાનું કહેતા ભીમવાસમાં બે યુવાન પર થયો હુમલો

ભત્રીજાની માથાકૂટમાં મોરાણામાં લાકડીથી હલ્લોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરમાં ભીમવાસમાં બાઈક ધીમુ ચલાવવાનું કહેતા એક યુવાન પર ગુરૂવારની રાત્રે ચાર શખ્સે હુમલો કર્યાે હતો. વચ્ચે પડનાર યુવાનને પણ માર મારવામાં આવ્યો હતો. જ્યારે જામનગરના ધુંવાવના એક યુવાન ભત્રીજાની માથાકૂટમાં વચ્ચે પડતા તેઓને એક શખ્સે જોડીયાના મોરાણામાં માર માર્યાે હતો.

જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસની શેરી નં.૧માં રહેતા અવિનાશ દીપકભાઈ પગારે નામના મહારાષ્ટ્રીયન યુવક ગુરૂવારે રાત્રે સાડા દસેક વાગ્યે પોતાના ઘર પાસે હતા ત્યારે શેરીમાંથી નવાઝ ઈસ્માઈલ ચમડીયા નામનો શખ્સ પુરપાટ ઝડપે બાઈક લઈને નીકળ્યો હતો.

આ શખ્સને અવિનાશે બાઈક ધીમું ચલાવવાનું કહેતા ગાળો ભાંડી નવાઝે બોલાચાલી કરી હતી. તે દરમિયાન ઈસ્માઈલ ચમડીયા, ગનીભાઈ ચમડીયા, મોઈન ગનીભાઈ નામના ત્રણ શખ્સ ધસી આવ્યા હતા. તેઓએ પાઈપ, ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. અવિનાશને છોડાવવા તેનો મિત્ર કિશન વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો હતો. બંને યુવાનને માથામાં ઈજા થઈ છે. અવિનાશે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર નજીકના ધુંવાવના હાઉસીંગ બોર્ડમાં વસવાટ કરતા સોમાભાઈ અજમલભાઈ વાઘેલા ગુરૂવારે સાંજે જોડીયાના મોરાણા ગામમાં હતા ત્યારે તેમના ભત્રીજા અજીત તથા રાજુ અબુભાઈ ઝખાણીયા વચ્ચે મોબાઈલ બાબતે બોલાચાલી થતાં સોમાભાઈએ બંનેને સમજાવવાનો પ્રયત્ન કરતા ગાળો ભાંડી રાજુ અબુભાઈએ લાકડીથી હુમલો કરવા ઉપરાંત સોમાભાઈને લાત મારી દીધી હતી. જેના કારણે કોથળીમાં લોહી ભરાઈ જવાની સમસ્યા થઈ હતી. જોડીયા પોલીસ સ્ટેશનમાં સોમાભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh