Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનઆરઆઈ આવક નહીં હોઈ વિદેશ ચલણમાં ઘટાડો
અમદાવાદ તા. રરઃ ફોરેન કરન્સીની અછત વર્તાઈ રહી છે અને ડોલર-પાઉન્ડ માટે રૂ।. ર થી રૂ।. પ સુધીનું પ્રિમિયમ બોલાઈ રહ્યું છે. એનઆરઆઈ સિઝન ન હોવાથી માર્કેટમાં વિદેશી ચલણની આવક ઘટી છે. વિઝિટર અને સ્ટુડન્ટ વિઝા પર જતા લોકોને મુશ્કેલી પડી રહી છે. રાજ્યમાં ૪૦૦ મની એક્સચેન્જર કાર્યરત છે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ડોલર, પાઉન્ડ અને યુરો જેવી ફોરેન કરન્સીની ભારે અછત જોવા મળી રહી છે, જેના કારણે કાયદેસર રીતે ફોરેન કરન્સી ખરીદવા ઈચ્છતા મુસાફરોને પણ મુશ્કેલી પડી રહી છે. બજારના હાલ એક ડોલરનો ભાવ આશરે ૯પ.૭૧, પાઉન્ડનો ૧૩૦.૩૮ અને યુરોનો ૧૧૧.૭૦ આસપાસ ગણવામાં આવે છે, પરંતુ અછતને કારણે કેટલાક કિસ્સામાં બજાર ભાવ કરતા ર પ થી પ રૂપિયા સુધીનું પ્રિમિયમ ચૂકવવું પડતું હોવાની માહિતી છે. રાજ્યમાં ૩પ૦ થી ૪૦૦ જેટલા લાયસન્સધારક મની એક્સચેન્જરો કાર્યરત હોવાનું જાણવા મળે છે. આરબીઆઈ દ્વારા વેરિફિકેશન પછી એકથી ત્રણ લાયસન્સ આપવામાં આવે અને સમયસર રિન્યુઅલની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે છે, જો કે કેટલાક કિસ્સામાં ટેકનિકલ કારણોસર લાયસન્સ રિન્યુ ન થતા મની એક્સચેન્જરો કામ કરી શકતા નથી, જેના કારણે બજારમાં ફોરેન કરન્સીની ઉપલબ્ધતા વધુ ઘટી હોવાનું માનવામાં આવે છે.
જાણવા મળતી માહિતી મુજબ હાલમાં એનઆરઆઈ સિઝન ન હોવાથી વિદેશથી ભારતમાં આવતી ફોરેન કરન્સીની આવકમાં ઘટાડો થયો છે. વિદેશથી આવતી કેટલીક કરન્સી જ શેરબજાર, જમીન-મકાન, અન્ય રોકાણો અથવા ડિજિટલ એસેટ્સમાં વપરાઈ જતી હોવાથી મની એક્સચેન્જ માર્કેટમાં વિદેશી ચલણની તરલતા ઓછી રહે છે. કાયદેસર રીતે કરન્સી ખરીદવા માટે પાસપોર્ટ, ટ્રાવેલ ડોક્યુમેન્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડે છે. ચોક્કસ રકમ કરતા વધુ રકમ માટે નિયમ મુજબ બેન્કીંગ ચેનલ અને ચેક મારફતે પેમેન્ટ સહિતની પ્રક્રિયા લાગુ પડે છે. તેના કારણે મોટી રકમના વ્યવહારોમાં કેટલાક લોકો બ્લેક માર્કેટ તરફ વળતા હોવાની પણ ચર્ચા છે.
બીજી તરફ વિદેશમાં વસતા ભારતીયો પરિવારના સભ્યો સાથે સ્વદેશ પરત આવે ત્યારે નિયમો હેઠળ નિર્ધારિત મર્યાદામાં ફોરેન કરન્સી લાવી શકે છે. ત્યારપછી આ રકમ અન્ય રોકાણોમાં વપરાઈ જાય તો તેના મૂળસ્ત્રોત અને અંતિમ ઉપયોગ સુધી પહોંચવું તપાસ એજન્સીઓ માટે પડકારરૂપ બની શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial