Advertisement
Author: નોબત સમાચાર

ત્રણ જોડી ટ્રેન એલએચબી રેકથી દોડશે

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી

                                                                                                                                                                                                      

રાજકોટ તા. રરઃ મુસાફરોની સુવિધા અને સુરક્ષાને વધુ મજબૂત કરવાની દિશામાં રેલવે પ્રશાસને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનમાં પરંપરાગત આઈસીએફ (ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી) રેકના સ્થાને એલએચબી (લિંક હોફમેન બુશ) રેક લગાવવામાં આવશે. એલએચબી કોચ હાઈ સ્પીડ પર વધુ સ્ટેબિલિટી, ઓછા આંચકા અને અદ્યતન સુરક્ષા સુવિધાઓ માટે જાણીતા છે, જેનાથી મુસાફરોને પહેલા કરતા વધુ સરળ, સલામત અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, ટ્રેન નં. ૧૧૯૦પ/ ૧૧૯૦૬ પોરબંદર-શાલીમાર-પોરબંદર, ર૦૯૬૮/ર૦૯૬૭ પોરબંદર -સિકંદરાબાદ-પોરબંદર તથા ૧ર૯૪૯/૧ર૯પ૦ પોરબંદર -સંતરાગાછી-પોરબંદર એક્સપ્રેસને તબક્કાવાર રીતે અલેએચબી રેકથી દોડાવવામાં આવશે.

ટ્રેન નં. ૧ર૯૦પ પોરબંદરથી ર૧ ઓક્ટોબર ર૦ર૬ થી અને ટ્રેન નં. ૧ર૯૦૬ શાલીમારથી ર૩ ઓક્ટોબર ર૦ર૬ થી એલએચબી રેક સાથે જોડશે. આ ટ્રેનની નવી એલએચબી રચનામાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, પેન્ટ્રી કાર, જનરલ કોચ અને લગેજ વેન સહિત કુલ રર એલએચબી કોચ હશે.

ટ્રેન નં. ર૦૯૬૮ પોરબંદરથી ર૦ ઓક્ટોબર ર૦ર૬ થી અને ટ્રેન નં. ર૦૯૬૭ સિકંદરાબાદથી ર૧ ઓક્ટોબર ર૦ર૬ થી એલએચબી રેક સાથે દોડશે. તેમાં એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, પેન્ટ્રી કાર, જનરલ કોચ અને લગેજ વેન સહિત કુલ ર૧ એલએચબી કોચ હશે. ટ્રેન નં. ૧ર૯૪૯ પોરબંદરથી ર૩ ઓક્ટોબર ર૦ર૬ થી અને ટ્રેન નં. ૧૧૯પ૦ સંતરાગાછીથી રપ ઓક્ટોબર ર૦ર૬ થી એલએચબી રેક સાથે દોડશે, તેમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, પેન્ટ્રી કાર, સ્લીપર, જનરલ કોચ અને લગેજ વેન સહિત કુલ રર એલએચબી કોચ હશે.

એલએચબી રેકથી ટ્રેનોના સંચાલન વડે ટ્રેનોની સુરક્ષા અને કાર્યક્ષમતામાં વધારો થશે તેમજ મુસાફરોને પહેલા કરતા વધુ આરામદાયક અને બહેતર મુસાફરીનો અનુભવ મળશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh