Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોને કચરા વ્યવસ્થાપનના મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ફટકારી નોટીસ

ફરિયાદો-નોટીસને ઘોરીને પી જવામાં તંત્ર માહીર

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગરમાં કચરા વ્યસ્થાપનના નિયમના ભંગ અન્વયે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાને કારણ દર્શક નોટીસ પાઠવવામાં આવી છે, જો કે મહાનગર પાલિકા આવી નોટીસ ઘોળીને પી જવામાં નિપુણતા ધરાવે છે.

જામનગર મહાનગર પાલિકાએ કચરાના પ્રોસેસ માટે કરોડોના ખર્ચે પ્લાન્ટ બનાવ્યો હતો અને તે માટેનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને સુપ્રત કયો હતો, પરંતુ કોઈ કારણોસર આ પ્લાન્ટ હાલ બંધ છે અને શહેરમાંથી કચરો એકત્ર કરીને તેને ગુલાબનગર થી હાપા માર્ગ ડમ્પીંગ પોઈન્ટમાં જાહેરમાં ઠાલવવામાં આવે છે.

થોડા સમય પહેલા આ કચરાના ઢગલામાં મસમોટી આગ પણ લાગી હતી. પરિણમે આજુબાજુના વિસ્તારના રહેવાસીઓ, ખેડૂતોને ભારે સમસ્યાનો સામનોકરવો પડે છે.

દરમિયાન જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કાર્યરત સ્પે. સેલ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મારફતે ચારેક દિવસ પહેલા જામનગર મહાનગર પાલિકાને કારણદર્શક નોટીસ પણ પાઠવાઈ હતી અને ખુલાસો માંગવામાં આવ્યે છે.

કચરાના વ્યવસ્થાપન માટે મહાનગરપાલિકાએ ગંભીરતા દાખવી નથી. હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કચેરીએ કારણદર્શક નોટીસ પાઠવી છે, અને ખુલાસો પૂછાયો છે, જ્યારે મહાનગરપાલિકા શું જવાબ રજૂ કરે છે તે જોવાનું રહે છે.

જો કે નોટીસો, ફરિયાદોને ઘોળીને પી જવામાં મહાનગર પાલિકા માસ્ટરી ધરાવે છે તે પણ હકીકત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh