Advertisement
Author: નોબત સમાચાર

યુદ્ધખોર અમેરિકામાં માથાભારે ગન લોબીના કારણે ગન કલ્ચર વ્યાપક અને બેફામ બન્યું છે!!

અમેરિકામાં બંદૂક ધારણ કરવી તે નાગરિકોનો બંધારણીય અધિકાર છે

                                                                                                                                                                                                      

મહાસત્તા અમેરિકાના યુદ્ધખોર માનસ ધરાવતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે વાર ગો ળીઓના નિશાન ઉપર આવી ગયા. અમેરિકાની શાળા-કોલેજોમાં અવારનવાર  જીવલેણ હુમલાઓ કરવામાં આવી રહૃાા છે. અંધાધૂંધ ગોળીબારમાં અસંખ્ય અમેરિકાનો જીવ ગુમાવી રહૃાા છે. મોટી મોટી ઘટનાઓ જ આપણાં સુધી પહોંચે છે,  બીજી હજારો ગોળીબારની ઘટનાઓ ત્યાં જ ધરબાય જાય છે. અમેરિકામાં  અંધાધૂંધી ફેલાવતા 'ગન કલ્ચર' પ્રત્યે સરકાર કેમ મૌન અને નિષ્ક્રિય છે. અમેરિકામાં બિયર કરતાં વધુ સરળતાથી બંદુકો મળતી રહે તે બહુ દુઃખદ અને  આશ્ચર્યની બાબત છે.

અમેરિકા

વિકસિત દેશોમાં અમેરિકામાં જે બંદૂક સંસ્કૃતિ છે તે બહુ ચર્ચાસ્પદ અને  વિવાદાસ્પદ છે. અંદાજિત ૪૦૦ મિલિયન હથિયારો સાથે, યુ.એસ.માં પ્રતિ ૧૦૦   રહેવાસીઓ દીઠ લગભગ ૧૨૦ બંદૂકો છે. અમેરિકામાં બંદુકો રાખવા માટેના મુખ્ય  કારણોમાં શિકાર કરવો, વિવિધ રમતો, સ્વ-બચાવ છે, જે ''ગન કલ્ચર'' બનાવે  છે. અહીની 'ગન લોબી' સરકાર ઉપર કાબૂ ધરાવે છે. બંદૂકોના ખાનગી વેચાણ  ઉપર પ્રતિબંધ કે અંકુશ મૂકવો અશક્ય છે.

અમેરિકામાં નાગરિક દ્વારા મોટી માત્રમાં નાના હથિયારોની ખરીદી કરવામાં આવે  છે, આ દેશ વૈશ્વિક કુલ હથિયારોના આશરે ૪૭% હિસ્સો ધરાવે છે. ૨૦૨૪ માં,  આશરે ૧૭ મિલિયન હથિયારો વેચાયા હતા, જેમાં ૭૦% થી વધુ માલિકોએ  હથિયાર ખરીદતા સમયે રક્ષણને મુખ્ય કારણ ગણાવ્યું હતું.

અમેરિકામાં બંદૂક ધારણ કરવી તે બંધારણીય અધિકાર છે. બંદૂકોના વ્યાપક  વ્યાપના વિષય ઉપર ઉગ્ર અને વિવાદાસ્પદ ચર્ચા થઈ રહી છે. અભ્યાસો સૂચવે છે  કે, અહી હથિયારો બાબતે બે મત પ્રવર્તે છે. ઘણાં લોકો બંદૂકોને રક્ષણ તરીકે જુએ  છે, ત્યારે અન્ય લોકો તેને સામૂહિક જાહેર સલામતી માટે ખતરા તરીકે પણ જુએ  છે. અહી મોટી અને મોંઘી બંદૂક રાખવાને સ્ટેટસ સિમ્બોલ પણ માનવામાં આવી  રહૃાું છે. ગન લોબી દલીલ કરે છે કે, બંદૂકોની સંખ્યાના પ્રમાણમાં નગણ્ય હિંસા  થઈ રહી છે. છૂટાછવાયા બનાવોને મોટા બનાવી ચગવવામાં આવી રહૃાા છે.

ગત વર્ષે ૪૨૫ ગોળીબારની ઘટનાઓમાં કુલ ૪૫૦ લોકો માર્યા ગયા અને બે હજાર  લોકો ઘાયલ થયા. યુ.એસ.માં ૨૦૨૫ માં સામૂહિક હત્યાકાંડ (ચાર કે તેથી વધુ મૃ ત્યુ સાથેની ઘટનાઓ) ૨૦ વર્ષના નીચલા સ્તરે જોવા મળ્યા, ડિસેમ્બર ૨૦૨૫  સુધીમાં ફક્ત ૧૮ ઘટનાઓ નોંધાઈ છે. 'અમેરિકન ક્રાઇમ એન્ડ ડોમેસ્ટિક  વાયોલન્સ સ્ટડી સેન્ટર'ના અભ્યાસ અનુસાર અમેરિકામાં બંદુકો દ્વારા વ્યક્તિગત કે સામૂહિક હુમલાઓમાં ક્રમશઃ ઘટાડો થઈ રહૃાો છે.

ઉદ્યોગ

યુનાઇટેડ સ્ટેટ્સ મોટા ઔદ્યોગિક પ્લાન્ટથી લઈને હજારો નાના પાયે વિશિષ્ટ  કારખાના સુધીના હથિયારોના ઉત્પાદન સુવિધાઓના વિશાળ નેટવર્ક ધરાવે છે.  ઉત્પાદનમાં મોટાભાગે કેટલાક મુખ્ય ખેલાડીઓ પ્રભુત્વ ધરાવે છે જેઓ ઘણાં  રાજ્યોમાં, ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ જેવા વ્યવસાયપૂર્ણ વાતાવરણ ધરાવતા  પ્રદેશોમાં બહુવિધ ફેક્ટરીઓ ચલાવે છે. યુ.એસ.માં ૧૯ હજારથી વધુ લાઇસન્સ  પ્રાપ્ત હથિયાર ઉત્પાદકો છે, પરંતુ ઉત્પાદનમાં કેટલાક મુખ્ય ખેલાડીઓનું વર્ચસ્વ  છે. ૨૦૨૪ ના ડેટા દર્શાવે છે કે મોટા ઉદ્યોગ દ્વારા સ્થાનિક સ્તરે ૧૦ મિલિયનથી  વધુ હથિયારોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, જેમાં સ્મિથ અને વેસન, રૂગર અને  સિગ સોઅર જેવા ટોચના ૧૦ ઉત્પાદકો કુલ ઉત્પાદનના આશરે ૭૦% હિસ્સો  ધરાવે છે.

અમેરિકામાં 'હયાત ગન્સ' સૌથી મોટી છૂટક બંદુકો વેંચતી રિટેલ ચેઇન છે.  હૈયાતમાં દરરોજ ૭૫૦૦ થી વધુ બંદૂકોનો સ્ટોક હોય છે. ૧૯૫૮માં તે શરૂ થયો.  આ એક પારિવારિક વ્યવસાય છે, જેમાં હયાત પરિવારની ત્રણ પેઢીઓ દરરોજ  અહીં કામ કરે છે. અહી નવી બંદુકો ઉપરાંત રી-સેલમાં પણ મળે છે. 'હયાત  નાઇવ્સ'એ શાર્લોટનો એકમાત્ર છરીઓનો ખાસ સ્ટોર છે જ્યાં ધરેલું ઉપરાંત સલા મતી માટેની છરીઓની વ્યાપક શ્રેણી જોવા મળે છે.

કાયદો

ફેડરલ કાયદા હેઠળ, લાંબી બંદૂક ખરીદવા માટે વ્યક્તિઓની ઉંમર ૧૮ વર્ષ કે  તેથી વધુ અને હેન્ડગન ખરીદવા માટે ૨૧ વર્ષ કે તે ઉપરની હોવી આવશ્યક છે.  પોલીસ કેસ ધરાવતી કે અન્ય કોઈ સજા પામનાર વ્યક્તિ બંદૂક ખરીદી શકતી  નથી. અહી મિત્રો કે સગા સંબંધીને બંદૂક ભેટમાં આપી શકાય છે. એક કરતાં વધુ  આવા હથિયારો રાખી શકાય છે. અમેરિકામાં વર્તમાન કાયદા હેઠળ ૬ ઈંચથી  લઈને ૨૪ ઇંચ લંબાઈ ધરાવતી બંદુકો ખરીદી શકાય છે. આ માપ બહુ જુના છે  તેથી હવે ૨૪ ઈંચથી ઓછી લંબાઈના ઓટોમેટિક શસ્ત્રો મળવા લાગ્યા છે. અ મેરિકાની સરકારે શસ્ત્રોના કાયદામાં વ્યાપક ફેરફાર કરવાની જરૂર છે.

શ્રેષ્ઠ ઉત્પાદન

અમેરિકા જે કઈં કરે તેમાં હંમેશાં શ્રેષ્ઠતા જ મેળવે છે. અહી ઘરેલુ બંદૂકોના ઉત્પ ાદન પહેલા ખૂબ ઊંડું સંશોધન કરવામાં આવે છે. વ્યક્તિગત હથિયાર વજનમાં  હલકું હોય અને કિમતમાં વાજબી હોવાનું બહુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.  ૨૦૨૪ માં યુ.એસ.માં સંશોધન અને વિકાસ ૯૫૦ બિલિયન સુધી પહોંચ્યો હતો.  અમેરિકામાં લશ્કરી હથિયારોના ધંધામાં વ્યાપક અવકાશ રહેલો છે. જોન ડગ્લાસ  પેડરસન (૨૧ મે, ૧૮૮૧-૨૩ મે, ૧૯૫૧) એક કુશળ શસ્ત્ર ડિઝાઇનર હતા જેમણે  રેમિંગ્ટન આર્મ્સ માટે અને પછી યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર માટે કામ કર્યું. પ્રખ્યાત  બંદૂક ડિઝાઇનર જોન મોસેસ બ્રાઉનિંગ પણ પ્રસિદ્ધ ડિઝાઇનર હતા. લશ્કરી  હથિયારો નિર્માણ અને સંશોધનો કરતાં અધિકારીઓ નિવૃત્તિ પછી ઘરેલું હથિયાર  ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રે જોડાઈને આજીવિકા મેળવે છે. અહી ત્રણ પ્રકારની  બંદુકો બને છે (૧) આત્મરક્ષણ માટે (૨) શિકાર માટે અને (૩) મનોરંજન માટે.

મંજૂરી

બ્યુરો ઓફ આલ્કોહોલ, ટોબેકો, ફાયર આર્મ્સ એન્ડ એક્સપ્લોઝિવ્સ (એટીએફ) એક માત્ર ફેડરલ ઓથોરિટી છે જે ફેડરલ ફાયરઆર્મ્સ લાઇસન્સ (એફએફએલ) જારી કરે છે.  ત્યારબાદ ત્યાં રાજ્યો અનુસાર પરવાના આપવાની સત્તા આપતા અધિકારીઓ  નિયુક્ત કરવામાં આવ્યા છે. જે પ્રક્રિયા હાથ ધરે છે. અહી મોટા કારખાના અને  ઉદ્યોગ માટે ખાનગી સલામતી દળ માટે મંજૂરી અને હથિયારો બાબતેના નિયમો  અલગ અને કડક છે.

ખરીદી માટે પરવાનગી માટેના નિયમો બહુ સરળ છે. ફક્ત થોડા રાજ્યો (જેમ કે  ઇલિનોઇસ, મેસેચ્યુસેટ્સ અને ન્યુ જર્સી)ને ફક્ત હથિયાર રાખવા અથવા ખરીદવા  માટે લાયસન્સની જરૂર હોય છે. આ સામાન્ય રીતે રાજ્ય પોલીસ અથવા સ્થાનિક  પોલીસ વિભાગો દ્વારા જારી કરવામાં આવે છે. હાલમાં, ૨૯ રાજ્યો ''પરમિટલેસ  વહન''ની મંજૂરી આપે છે, જેનો અર્થ છે કે પાત્ર નાગરિકોને હથિયાર રાખવા માટે  લાયસન્સની જરૂર નથી.

ભારત

ભારતમાં ખાનગી બંદૂક માલિકી ૧૯૫૯ના આર્મ્સ એક્ટ અને આર્મ્સ રૂલ્સ ૨૦૧૬  હેઠળ ખૂબ જ નિયંત્રિત છે. કડક લાઇસન્સિંગ પ્રક્રિયાની જરૂર પડે છે. નાગરિક  હથિયારો ૩૨ રિવોલ્વર/પિસ્તોલ અને ૧૨-બોર શોટગન જેવા બિન-પ્રતિબંધિત  બોર (એનપીબી) શસ્ત્રો સુધી મર્યાદિત છે. મોટાભાગના ભારતીય હથિયારો ઓર્ડનન્સ  ફેક્ટરી દ્વારા બનાવવામાં આવે છે. જિલ્લા કક્ષાએ કલેકટર/જિલ્લા મેજિસ્ટ્રેટને  લાઇસન્સ આપવાની સત્તાઓ આપવામાં આવેલી છે. ચૂંટણી સહિતના અનેક કાર્યો  સમયે ખાનગી હથિયારધારી લોકોએ હથિયાર સરકારમાં જમા કરાવવા પડે છે.

દેશમાં બંદૂક ધરવા માટેના માન્ય કારણોમાં સ્વ-બચાવ (જીવન માટે સક્રિય  ખતરો), રમતગમત શૂટિંગ (ચકાસાયેલ ક્લબ સભ્યપદ) અથવા પાક સંરક્ષણ જેવી વાસ્તવિક જરૂરિયાત દર્શાવવી આવશ્યક છે. ઓછામાં ઓછી ૨૧ વર્ષની ઉંમર હોવી  જોઈએ અને ગુનાહિત રેકોર્ડ ન હોવો જોઈએ પણ સ્વચ્છ રેકોર્ડ હોવો જરૂરી છે. આ પ્રક્રિયામાં સખત પોલીસ  પૃષ્ઠભૂમિ તપાસ, માનસિક સ્વાસ્થ્ય મૂલ્યાંકન અને સુરક્ષિત ઘર સંગ્રહ (બંદૂકની તિજોરી જેવી)ની ચકાસણીનો સમાવેશ થાય છે. મોટાભાગના નાગરિકોને વધુમાં  વધુ બે હથિયારો રાખવાની પરવાનગી છે.

ભારતમાં અનેક જ્ઞાતિઓમાં બંદૂક રાખવી એક સ્વાભાવિક અને શોર્યની બાબત  છે. ભારતમાં દર ૧૦૦ વ્યક્તિએ માત્ર ૬ લોકો જ ખાનગી બંદુકો ધરાવે છે. 

કટ્ટા

બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં કાયદેસર હથિયારો કરતાં ગેરકાયદે  હથિયારોનો બહુ મોટો ધંધો છે. અહીના શાર્પ શૂટરો પણ કુખ્યાત છે. આ રાજ્યો માં બંદૂક અને રિવોલવરનું ગેરકાયદે ઉત્પાદન પણ ઘણું થાય છે. ગુણવત્તા અને  ગેરંટી વગરના હથિયારો માટે કુખ્યાત છે. દેશી રીતે, ઘરઘરાઉ બનાવવામાં  આવેલી દેશી પિસ્તોલને 'કટ્ટા'ના નામે ઓળખવામાં આવે છે. 'સોપારી કીલર'  લોકો મોટાભાગે હત્યા કે હુમલા માટે 'કટ્ટા' વાપરે છે! કાયદેસર પિસ્તોલ કરતાં  કિમતમાં પણ બહુ સસ્તા હોય છે.

ભારતમાં કાયદેસર હથિયારોનું ઉત્પાદન પણ મોટી માત્રામાં કરવામાં આવે છે, જેમાં  સરકારી, અર્ધ સરકારી અને ખાનગી એકમોનો સમાવેશ થાય છે. આ ઉત્પાદન  એકમો સીધા છૂટક ગ્રાહકોને હથિયાર વેંચી શકતા નથી. માન્યતા પ્રાપ્ત  દુકાનદારોને તે પુરવઠો આપે છે.

ભારતમાં કાયદેસર હથિયાર માટે લાઇસન્સ મેળવા માટે પણ લાંચ પ્રથા ચાલી રહી  છે. અનેક અધિકારીઓ તેમાં પકડાયા પણ છે.

રાજકોટના સતડા ગામ પાસે ખાનગી કંપની સ્વદેશી નાના શસ્ત્રો ઉત્પાદન સુવિધા  મેક ઇન ઇન્ડિયા માર્ગદર્શિકા હેઠળ નાના શસ્ત્રો અને ગોળીઓનું ઉત્પાદન કરે છે.  ધોલેરામાં રાજ્યએ સહાયક ખાનગી સંરક્ષણ ઉત્પાદન એકમોને એકત્ર કરવા માટે  એરોસ્પેસ અને સંરક્ષણ ક્લસ્ટરની સ્થાપના કરી છે.

સારાંશ

કોઈપણ વિસ્ફોટક હથિયાર શાંત અને સંસ્કૃત સમાજ માટે કલંક સમાન છે.  કરૂણતા એ વાતની છે કે, હથિયારોની દૌડ વધુ ગંભીર બની રહી છે. દુનિયામાં  શસ્ત્રોનો વેપાર ચરમસીમા ઉપર છે. દુનિયામાં ક્રૂડ ઓઇલ અને શસ્ત્રો એમ બે સૌથી  મોટા નફાવાળા વેપાર છે. ગાંધીજીએ કહૃાું હતું કે, નબળો માણસ શાંતિની વાતો  કરે, શક્તિશાળી લોકો કદી શાંતિ વાર્તા કરતા નથી!

'નોબત'ના વાચકો અને ચાહકો ખૂબ શાંતિ પ્રિય અને સુસંસ્કૃત છે. ગન કલ્ચર  ઉપર તેમને સલાહ આપવી અયોગ્ય ગણાય. આમ છતાં શાંતિ દૂત બને તેવી  અભ્યર્થના.

- પરેશ છાયા

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh