Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીલ થયેલી હોટલમાં કર્યો હતો હાથફેરોઃ
જામનગર તા. ૨૨: દ્વારકા પાસેના રૂપેણ બંદર નજીક આવેલી અને તંત્ર દ્વારા સીલ કરવામાં આવેલી હોટલમાંથી રૂ।. ૪ લાખથી વધુની મત્તાની ચોરી થયાની ફરિયાદ કરવામાં આવી હતી તે ગૂન્હામાં પોલીસે આરોપીઓને પકડી પાડી રૂ।. બે લાખ ૬૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દ્વારકાથી ઓખા તરફના ધોરીમાર્ગ ઉપર આવેલા રૂપેણ બંદર નજીક હુસેનભાઈ ભારમલ નામના આસામીની સ્કાય કમ્ફર્ટ નામની હોટલ એકાદ વર્ષ પહેલા દ્વારકાના પ્રાંત અધિકારી દ્વારા સીલ કરવામાં આવી હતી ત્યારથી બંધ રહેલી આ હોટલમાં પાછળના ભાગમાંથી કોઈ તસ્કરોએ ઘૂસી જઈ દરવાજો તેમજ કાચની બારી તોડી અંદર ઘૂસી જઈ ચોરી કરી લીધાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ત્રણ સિલીંગ ફેન, ચાર ટીવી, એક એસી તથા કોમ્પ્યુર એસેસરિઝ મળી રૂ।. ૪,૦૪,૫૦૦ ની મતા ચોરાઈ ગઈ હતી. પોલીસે ગૂન્હો નોંધી તપાસ આદરી હતી.
પોલીસ તપાસમાં ટેકનિકલ સર્વેલન્સ અને બાકીદારોની વિગતો પરથી રૂપેણ બંદરના બસીર અબ્દુલ્લા પટેલીયા, જાવેદ સુલેમાન લુચાણી, ઈમાનશા મહંમદશા શેખ, અરમાનશા મહંમદશા ફકીર અને કનુભાઈ ઉર્ફે કનૈયાલાલ મોહનભાઈ હિંડોચા નામના પાંચ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાં સોયબ હારૂન ધોકી, અખ્તર હુશેન બસીર સુમારીયા ને પણ પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે રૂ।. બે લાખ ૬૩ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની પુછપરછ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial