Advertisement
Author: નોબત સમાચાર

સિક્કા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીઃ પ્રમુખપદે સારાબેન વાઘાણી ચૂંટાયા

ઉપપ્રમુખપદે નિશાબેન ગૌસ્વામીનો વિજય

                                                                                                                                                                                                      

જામનગર સિક્કા નગરપાલિકામાં યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે બહુમતિ સાથે વિજય મેળવ્યો હતો. પ્રમુખપદે કોંગ્રેસના સારાબેન વાઘાણી, જ્યારે ઉપપ્રમુખ પદે કોંગ્રેસના નિશાબેન ગોસ્વામી બહુમતિથી વિજયી જાહેર થયા હતા. આ ચૂંટણી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ સુમરાની આગેવાની હેઠળ લડવામાં આવી હતી. ચૂંટણી પરિણામ જાહેર થતા કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી, અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરવામાં આવી હતી. સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસને મળેલી જીતને સ્થાનિક રાજકારણમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh