Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા-ભાણવડ માર્ગ પર ઝાડ સાથે બાઈક ટકરાઈ પડતા યુવા પત્રકારનું મૃત્યુ

થોડા સમય પહેલા જ કરવામાં આવી હતી સગાઈઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૨: ખંભાળીયા-ભાણવડ રોડ પર ત્રણેક દિવસ પહેલા એક બાઈક રોડ ઉતરીને નીચે આવેલા ઝાડ સાથે ટકરાઈ પડતા ઘવાયેલા ભાણવડના યુવાન પત્રકારનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા અને અમેઝિંગ દ્વારકા નામના સમાચારપત્રના એડિટર એવા યુવા પત્રકાર દિનેશભાઈ રાજશીભાઈ કંડોરીયા ત્રણેક દિવસ પહેલા પોતાના બાઈકમાં ખંભાળયાથી ભાણવડ વચ્ચેના ધોરીમર્ગ પર પસાર થતાં હતાં ત્યારે સામેથી આવતા એક વાહન સાથે અકસ્માત ટાળવાના પ્રયાસમાં દિનેશભાઈનું બાઈક રોડ પરથી ઉતરી પડયું હતું.

આ અકસ્માતમાં ફંગોળાયેલું બાઈક એક ઝાડ સાથે ટકરાઈ પડયું હતું તેથી દિનેશભાઈને હેમરેજ સહિતની ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર માટે ખંભાળીયા દવાખાને ખસેડાયેલા આ યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ દિનેશભાઈની થોડા સમય પહેલા જ સગાઈ કરવામાં આવી હતી અને આગામી સમયમાં લગ્ન યોજાનાર હતા તે દરમ્યાન આ યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થતાં કરૂણતા પ્રસરી છે પત્રકાર જગતમાં પણ શોકની લાગણી ફેલાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh