Advertisement
Author: નોબત સમાચાર

શંકરટેકરીમાંથી ૩૮ ચપલા સાથે એક ઝબ્બે

ફૂડની ડિલિવરી કરતા શખ્સ પાસેથી ચપલુ મળ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં હુસેની ચોકમાંથી પોલીસે એક શખ્સને ઈંગ્લીશ દારૂના ૩૮ ચપલા સાથે પકડી પાડ્યો છે. જ્યારે ઝોમાટો કંપનીમાં નોકરી કરતા એક શખ્સને ગઈકાલે સવારે ખંભાળિયા નાકા પાસેથી દારૂના ચપલા સાથે પોલીસે દબોચી લીધો છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા હુસેની ચોકમાં ગઈકાલે સાંજે પોલીસે નાઝીર નુરમામદ ઘોઘા ઉર્ફે નાજલા સંધી નામના શખ્સને રોકી તેની તલાશી લેતા આ શખ્સ પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૩૮ ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૧૧૪૦૦ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી નાસીર નુરમામદની ધરપકડ કરી છે.

જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારમાંથી ગઈકાલે સવારે પસાર થતાં શંકરટેકરીના સુભાષપરામાં રહેતા અને ખાદ્ય પદાર્થની ડિલિવરીનું કામ કરતી કંપનીમાં નોકરી કરતા ધવલ જતીનભાઈ રાયચુરા નામના શખ્સને રોકી તેની તલાશી લેતા આ શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂનું ચપલુ મળી આવ્યું હતું. પોલીસે ધવલ જતીનભાઈની અટકાયત કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh