Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘરની આર્થિક પરિસ્થિતિ થઈ ગઈ હતી ડામાડોળઃ
જામનગર તા. ૨૨: દ્વારકાના અણીયારી ગામના એક યુવાને ઘરની ડામાડોળ આર્થિક પરિસ્થિતિ વચ્ચે કામ ધંધો શોધવાનો પ્રયાસ કર્યા પછી બુધવારે દ્વારકા આવીને પણ કામ શોધ્યું હતું પણ કામ ન મળતા નાસીપાસ થઈ ગઈકાલે વહેલી સવારે દ્વારકા નજીક રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન આડે ઝંપલાવી લઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતકના નાનાભાઈનું નિવેદન નોંધ્યું છે.
દ્વારકા તાલુકાના અણીયારી ગામમાં વસવાટ કરતા સુકાભા હઠીયાભા માણેક (ઉ.વ.૩૦)નામના યુવાને ગુરૂવારની સવારે ચારેક વાગ્યે દ્વારકા નજીકની ખોડીયાર ચેકપોસ્ટ સામે આવેલા રેલવેટ્રેક નજીક જઈ ત્યાંથી પસાર થયેલી એક ટ્રેન હેઠળ પડતુ મુક્યું હતું.
ટ્રેનના તોતીંગ એન્જિનની ટક્કર વાગવાથી ગંભીર ઈજા પામેલા સુકાભાનું મૃત્યુ નિપજ્યું છે. બનાવની પોલીસને જાણ કરાતા દ્વારકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા શરૂ કરેલી તપાસમાં સુકાભાના નાનાભાઈ વેરસીભા હઠીયાભા સહિતના વ્યક્તિઓ દોડી આવ્યા હતા.
મૃતકની ઓળખ મળ્યા પછી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો અને વેરસીભાનું નિવેદન નોંધ્યું હતું જેમાં તેઓએ જણાવ્યા મુજબ સુકાભાના ઘરની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ બની ગઈ હતી, કોઈ કામ ધંધો મળતો ન હતો અને કામ ધંધો શોધવા માટે દ્વારકા આવેલા સુકાભાએ ત્યાં પણ કામ ન મળતા ગઈકાલે સવારે રેલવે ટ્રેક પર જઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે નિવેદન પરથી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial