Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં ડિઝલ માટે પડાપડીઃ ખેડૂતો- વાહનચાલકોની લાંબી લાંબી લાઈનો લાગી

ડિમાન્ડ વધતા તંગી પડીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગર જિલ્લાનાં ધ્રોલમાં ડિઝલની અછત ઉભી થતા વાહન ચાલકો અને ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડિઝલ મેળવવા માટે ખેડૂતો એ કેરબા અને અમુકે ટ્રેકટર સાથે વાહન ચાલકોએ લાંબી લાઈનો લગાવી હતી આખરે ગઈકાલે બપોર પછી ડિઝલ ભરેલ ટેન્કર આવી આવી પહોંચતા વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.

અમેરિકા- ઈરાન વચ્ચેની યુદ્ધની સ્થિતિના કારણે ડિઝલની અછત ઉભી થઈ છે. જો કે સપ્લાયમાં સમસ્યા નથી પરંતુ ડિમાન્ડમાં વધારો થતા માલની ખેંચ ઉભી થઈ છે. આ માટે કયાંકને કયાંક સંગ્રહખોરી પણ જવાબદાર છે.

ગઈકાલે સવારે ધ્રોલના પેટ્રોલ પંપમાં ડિઝલનો જથ્થો ખલાસ હતો આથી ખેડૂતો વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કારણ કે કલાકો સુધી રાહ જોવા છતા ડિઝલનો જથ્થો નહી મળતા ખેતિના ખરા સમયે જ ખેડૂતોને ડિઝલનો જથ્થો મળ્યો ન હતો.

આખરે ગઈકાલે બપોરે ડિઝલ ભરેલ એક ટેન્કર આવી પહોંચતા વિતરણ શરૂ કરવામાં આવતા વાહનચાલકો અને ખેડૂતોમાં રાહત જોવા મળી હતી. જો કે તમામને ૨૫૦૦ની મર્યાદામાં જ ડિઝલ આપવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ અમુક પેટ્રોલ પંપમાં માત્ર એવા નિયમિત ગ્રાહકને જ ડિઝલ આપવાની પ્રથા અપનાવવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh