Advertisement
Author: નોબત સમાચાર

જીઈબીના નિવૃત્ત કર્મચારીઓને દવાઓની સુવિધા માટે સંગઠનના હોદ્દેદારોની બેઠક

સિક્કા જીઈબી ડિસ્પેન્સરીમાંથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જીઈબી રિટાયર્ડ એમ્પ્લોયઝ સંગઠનના મહામંત્રી અશોકભાઈ મહેતા, સંગઠનના પ્રચારક મંત્રી મહિધરભાઈ શુકલ, કારોબારી સભ્યો અત્રેસાભાઈ, દિપકભાઈ ત્રિવેદી તથા સંગઠનના સભ્ય મનોજભાઈ પંડયાએ સિક્કા જીઈબી ડિસ્પેન્સરી હોસ્પિટલમાં નિવૃત્ત કર્મચારીઓને મળતી મેડિકલ દવાઓ અંગે મેડિકલ ઓફિસર ડો. તન્મય રાદડીયા સાથે મુલાકાત કરી મહત્ત્વપૂર્ણ માહિતી મેળવી હતી. જે નિવૃત્ત કર્મચારી મેડિકલ દવાઓનો લાભ લેવા ઈચ્છતા હોય, તેમણે પોતાનું નવું બનેલું આઈકાર્ડ તથા તેમના પત્નીનું આધારકાર્ડ સાથે રાખવું. ઉપરાંત, બંને વ્યક્તિઓ જે કાયમી દવાઓ લેતા હોય તેની ડોકટર દ્વારા લખાયેલી પ્રિસ્ક્રિપ્શન (ચિઠ્ઠી) સાથે રાખી સિક્કા જીઈબી હોસ્પિટલમાં કેસ કઢાવી મેડિક ઓફિસર પાસે ખાસ નોંધણી કરાવવી જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh