Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ નગરજનોને વિતરણ થતા ગંદા પાણીનો પ્રશ્ન મહદ્અંશે ઉકેલાયોઃ લોકોમાં રાહત

નર્મદાના પાણીનો જથ્થો ડબલ કરવામાં આવ્યો

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૨: ખંભાળીયા નગરપાલિકા દ્વારા છેલ્લા એકાદ મહિનાથી નળ વાટે નગરજનોને અત્યંત ડહોળું અને ગંદુ પાણી વિતરણ થવાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો હતો. જેના કારણે વ્યાપક રોગચાળો બન્યો હતો તેમાં નગરપાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. ગંદા પાણીનો પ્રશ્ન મહદ્અંશે ઉકેલાઈ જતાં લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

વાલ્વમેન દ્વારા સર્વે કરતા નવા તૂટેલા નળ જોડાણો હોય તે બંધ કરવા ત્રણ જગ્યાએ પાણીની મેઈન લાઈન લીકેજ થયેલી મળતા ત્યાં રીપેરીંગ કરવામાં આવ્યું હતું. દરરોજ સર્વે કરીને જ્યાં કંઈ પણ ફોલ્ટ હોય, તે ૨૪ કલાકમાં રીપેર કરવાનું આયોજન કરવામાં આવતા અગાઉ જે અત્યંત ડહોળું અને રંગીન પાણી આવતું હતું તેમાં રાહત થઈ છે. હવે માત્ર થોડું જ ડહોળું પાણી આવે છે. ૮૦ થી ૯૦ ટકા વિસ્તારોમાં અગાઉની જેમ જ રાબેતા મુજબ સ્વચ્છ પાણી આવતું થતાં લોકોએ રાહત અનુભવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh