Advertisement
Author: નોબત સમાચાર

રૂપિયા ચાર લાખના કેસમાં આરોપીને બે વર્ષની કેદ ફટકારતી જામનગર કોર્ટ

ચેકની રકમ વળતર પેટે ચૂકવવાનો આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના એક આસામીએ દ્વારકામાં રહેતા પોતાના મિત્રને રૂ।. ૪ લાખ હાથ ઉછીના આપી ચેક મેળવ્યો હતો. તે ચેક પરત ફર્યાની કરાયેલી ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપીને બે વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યો છે.

જામનગરના આસિફ મકરાણી નામના આસામી પાસેથી તેમના દ્વારકામાં રહેતા મિત્ર યુનુસ ઈબ્રાહીમ પીંજારાએ ધંધાકીય જરૂરિયાત માટે રૂ।. ૪ લાખ હાથ ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણાભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો.

આ બાબતે નોટિસ પાઠવ્યા પછી આસિફ મકરાણીએ જામનગરની અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી યુનુસ ઈબ્રાહિમ પીંજારાને તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યો છે. ફરિયાદી તરફથી વકીલ રવી સોલંકી, મેહુલ સોંદરવા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh