Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ેટ્રોલ-ડીઝલ-ગેસ-દૂધ પછી હવે હેલ્થ સેકટર હડફેટે ?
નવી દિલ્હી તા. ૨૨: પેટ્રોલ-ડીઝલ પછી હવે કેન્દ્ર સરકાર ૩૮૪ જીવન રક્ષક દવાઓના ભાવમાં ઈમરજન્સી વધારો કરી શકે તેમ હોવાની સંભાવનાઓ દર્શાવાઈ રહી છે.
મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) સંકટ અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાના કારણે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને દૂધ ૫છી હવે સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો આંચકો આવવાની તૈયારીમાં છે. દેશમાં જીવન રક્ષક દવાઓ મોંઘી થવાના એંધાણ વર્તાઈ રહૃાા છે. કારણ કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતીય ફાર્માસ્યુટિકલ (દવા) ઉદ્યોગ પર પડી રહી છે.બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ૩૮૪ આવશ્યક અને જીવન રક્ષક દવાઓની કિંમતોમાં એક વખત માટે 'આપાતકાલીન વધારો' કરવાની મંજૂરી આપી શકે છે.
જો કે, રાહતની વાત એ છે કે આ વધારો અસ્થાયી હશે. અને જેમ જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ સામાન્ય થશે અને કાચા માલની સપ્લાય શરૂ થશે, તેમ જ આ વધેલી કિંમતો પાછી ખેંચી લેવામાં આવશે.
હાલ આ મુદ્દે રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ, ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને વાણિજ્ય મંત્રાલય વચ્ચે ઉચ્ચ સ્તરીય ચર્ચા ચાલી રહી છે.
ભારતીય દવા ઉદ્યોગના મતે, મિડલ ઈસ્ટ સંકટના કારણે દવાઓ બનાવવા માટે જરૂરી કેમિકલ્સ અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ - કાચો માલ) ની કિંમતોમાં ૨૦૦ થી ૩૦૦ ટકાનો તોતિંગ વધારો થયો છે. આ ઉપરાંત દવાઓના પેકેજિંગ મટીરિયલ અને આંતરરાષ્ટ્રીય પરિવહન ખર્ચ (લોજિસ્ટિક્સ કોસ્ટ) પણ ખૂબ વધી ગયો છે, જેના કારણે કિંમતો વધારવી અનિવાર્ય બની છે.
એન્ટીબાયોટીક્સમાં એમોક્સિસિલિન, અને એઝિથ્રોમાઇસિન. હ્ય્દય રોગ અને બ્લડ પ્રેશર માટેની એમ્લોડિપાઇન, એટોરવાસ્ટેટિન. દર્દ નિવારક અને તાવની પેરાસીટામોલ. સ્ટોરોઇડ્સ અને વિટામિન્સની ડેક્સામેથાસોન અને એસ્કોર્બિક એસિડ (વિટામિન સી) વગેરે દવાઓના ભાવ વધી શકે છે.
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ ૩.૯૦ પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો છે, જેના લીધે નવી દિલ્હીમાં પેટ્રોલ ૯૮.૬૪ અને ડીઝલ ૯૧.૫૮ પર પહોંચી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિદેશી હૂંડિયામણ ભંડારને બચાવવા માટે અને ચાલુ ખાતાની ખાધ રોકવા માટે દેશવાસીઓને ઇંધણનો સમજી-વિચારીને ઉપયોગ કરવા, સોનાની ખરીદી પર નિયંત્રણ રાખવા અને વિદેશ યાત્રાઓ હાલ પૂરતી સ્થગિત કરવા અપીલ કરી છે.
બીજી તરફ, પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ આશ્વાસન આપ્યું છે કે ભારત પાસે ક્રૂડ, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. ભારતમાં દર મહિને ૧ કરોડ ટન ડીઝલનું ઉત્પાદન થાય છે જ્યારે વપરાશ ૮૫ લાખ ટન જ છે. જો કે, તેમણે ચિંતા વ્યક્ત કરી કે ભારત પોતાની એલપીજીની ૬૦ ટકા માંગ આયાત દ્વારા પૂરી કરે છે અને તેમાંથી ૯૦ ટકા સપ્લાય 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માંથી આવે છે, જે યુદ્ધના કારણે હાલ બંધ જેવી સ્થિતિમાં છે. આથી સરકારે સ્થાનિક સ્તરે ગેસનું ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial