Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ કોર્પોેરટર રચનાબેન નંદાણિયા દ્વારા
જામનગર તા. રરઃ જામનગરમાં આવેલ 'ઈટરા' સંસ્થામાં ક્લાર્કની જગ્યા ભરવા માટે પોરબંદરની ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. આ એજન્સી દ્વારા આજે ઈટરાના પ્રિપાઈસીસમાં જ ઉમેદવારોની સ્કીલ ટેસ્ટ, કોમ્પ્યુટર ટેસ્ટ વગેરે લેવામાં આવી રહી છે, જેમાં મોટાપાયે ગરબડ થઈ રહી હોવાની આશંકા પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આ ભરતી પ્રક્રિયા અંગે ડીન કે ડાયરેક્ટર જેવા કોઈ જવાબદાર ઉચ્ચ અધિકારીઓ આવી કોઈ પરીક્ષા અંગે જાણતા નથી તેવો જવાબ આપ્યો હતો.
જો કે, ઈટરાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે એજન્સી દ્વારા દરેક ઉમેદવારના દસ્તાવેજોની ચકાસણી, સ્કીલ ટેસ્ટ વગેરે પ્રક્રિયા સુચારૂરૂપથી થઈ રહી છે, અને તેમાં 'ઈટરા'ની હાલ કોઈ કરતા કોઈ ભૂમિકા જ નથી. પોરબંદરની ખાનગી એજન્સીએ સારા-સક્ષમ અને ક્વોલીફાઈડ ઉમેદવારોને પસંદ કરીને મેન પાવર સપ્લાયનું કામ કરવાનું છે, અને આ તમામ જગ્યા માત્ર ને માત્ર ૩ કે છ મહિનાના હંગામી કાર્યકાળ માટે જ છે.
રચનાબેન નંદાણિયાએ એવો આક્ષેપ કર્યો હતો કે એજન્સીનો પરીક્ષા લેવા આવેલો કર્મચારી બહાર ચાલ્યો ગયો હતો તેથી અંદર ગરબડની આશંકા જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial