Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજીનો પૂરતો પુરવઠો હોવાનો દાવોઃ
નવી દિલ્હી તા. રરઃ ઈરાન-અમેરિકા વચ્ચે પણ ભારતમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજીનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરતા સરકારી સૂત્રોએ ઈંધણ નહીં આપનાર પેટ્રોલ પંપો સામે કડક પગલાં લેવાશે, તેવી ચેતવણી આપી છે.
વિશ્વભરમાં અત્યારે ઊર્જા સંકટ અને ઈંધણના વધના ભાવને લઈને ચર્ચાઓ ગરમ છે, ત્યારે ભારતમાં પણ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. શું ખરેખર દેશમાં પેટ્રોલ, ડીઝલ કે રાંધણ ગેસ ખૂટી પડ્યા છે? એવામાં આઈએએનએસના અહેવાલ અનુસાર સરકારના વરિષ્ઠ અધિકારીઓએ સપષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ કે એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેની કોઈ તંગી નથી. ગ્રાહકોને ઈંધણ આપવાનો ઈનકાર કરનારા કે ઓછું ફ્યુલ આપનારા પેટ્રોલ પંપો સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવાઈ રહ્યા છે. સમગ્ર દેશના તમામ રિટેલ આઉટલેટ્સ પર ઈંધણનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા સખત દેખરેખ રખાઈ રહી છે. વધુમાં ઓઈલન માર્કેટીંગ કંપનીઓની રિફાઈનરીઓમાં ક્રૂડ ઓઈલની સપ્લાય અવિરત ચાલુ રહે તે હેતુથી રશિયાથી કરવામં આવતી ઓઈલની આયાત પણ સતત ચાલુ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યારે લણણીની સિઝન (પાકની કાપણી) ચાલી રહી હોવાથી ડીઝલની માંગમાં અચાનક વધારો થયો છે. આ સિવાય ખાનગી ઓઈલ કંપનીઓએ ભાવ વધારી દીધા હોવાથી ગ્રાહકો હવે સરકારી ઓઈલ કંપનીઓના પેટ્રોલ પંપ તરફ વળ્યા છે, જેના કારણે ત્યાં વેંચાણ વધ્યું છે. વળી, કોમર્શિયલ ખરીદી કરનારાઓ પણ સામાન્ય પેટ્રોલ પંપ પરથી ઈંધણ ખરીદી રહ્યા છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ભાવ પ્રમાણે તેમને કોમર્શિયલ રેટ પર પ્રતિલિટર અંદાજે ર૦ રૂપિયા વધુ ચૂકવવા પડતા હતાં.
તાજેતરમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિલિટર ૩.૯૧ રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે તે માત્ર ૪.૪ ટકા જેટલો જ છે. એક રિપોર્ટ અનુસાર સાઉદી અરેબિયા જેવા સીધી સબસિડી આપતા ખાડી દેશોને બાદ કરતા વિશ્વના અન્ય કોઈપણ મોટા અર્થતંત્રની તુલનામાં આ સૌથી નાનો ભાવવધારો છે. ઈન્ડિયન ઓઈલના એક અધિકારીએ જણાવ્યું કે, સરકારી ઓઈલન કંપનીઓએ ૭૬ દિવસ સુધી આંતરરાષ્ટઠ્રીય સ્તરે વધેલા ખર્ચનો સંપૂર્ણ બોજ પોતે સહન કર્યો હતો અને અત્યારે જે ૩.૯૧ રૂપિયા વધારાયા છે તે ક્રૂડ ઓઈલના વધેલા ખર્ચનો માત્ર એક નાનો ભાગ છે.
બીજી તરફ સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે રિટેલ કિંમતોમાં ૧૦ થી ૯૦ ટકા સુધીનો મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે, જે દેશો પશ્ચિમ એશિયાના સપ્લાય પર નિર્ભર છે અને જ્યાં સરકારો ભાવવધારાનો બોજ પોતે નથી ઊઠાવતી. ત્યાં સ્થિતિ વધુ ખરાબ છે.
વૈશ્વિક સ્તરે ફ્યુલના ભાવ પર નજર કરીએ તો પાકિસ્તાનમાં ગ્રાહકો ત્રણ મહિના પહેલાની સરખામણીએ અત્યારે પેટ્રોલ માટે આશરે પપ% વધુ કિંમત ચૂકવી રહ્યા છે. આ જ રીતે મલેશિયામાં પણ ઈંધણના ભાવમાં પ૬ ટકાનો મોટો વધારો ઝીંકાયો છે, જ્યારે યુનાઈટેડ આરબ અમેરિરેટ્સમાં પણ સ્થિતિ આવી જ કંકઈ છે અને ત્યાંના ગ્રાહકોએ હવે પર ટકા જેટલા ઊંચા ભાવ ચૂકવવાનો વારો આવ્યો છે.
વિકસિત દેશોની વાત કરીએ તો, અમેરિકામાં ટેક્સનું માળખું મર્યાદિત હોવાથી ત્યાં ક્રૂડના ભાવની સીધી અસર થાય છે. અમેરિકામાં પેટ્રોલના ભાવમાં લગભગ ૪પ ટકા અને ડીઝલમાં ૪૮ ટકાનો વધારો થયો છે. યુરોપના દેશોમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે, જેમાં બ્રિટનમાં પેટ્રોલ ૧૯ ટકા અને ડીઝલમાં ૩૪ ટકા, જર્મીનમાં પેટ્રોલ ૧૪ ટકા અને ડીઝલ ર૦ ટકા, જ્યારે ફ્રાન્સમાં અનુક્રમે ર૧ ટકા અને ૩૦ ટકાનો ભાવવધારો થયો છે. આ સિવાય જાપાન, સાઉથ કોરિયા અને સિંગાપોરમાં પેટ્રોલનો ભાવવધારો ર૦ ટકાથી ઓછો રહ્યો છે, પરંતુ ત્યાં ડીઝલના ભાવ ઝડપથી વધ્યા છે, જેમાં સિંગાપોરમાં ડીઝલના ભાવમાં ૬પ ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial