Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાના
જામનગર તા. ૧૪ઃ રાજ્યમાં ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં છે. જેમાં પ્રતિ વર્ષે ખેડૂતના કુટુંબ દીઠ ર૦૦૦ ₹ ના ત્રણ હપ્તા એમ કુલ વાર્ષિક ₹ ૬૦૦૦ ની સહાયનો લાભ આપવામાં આવે છે. આ યોજના અન્વયે આગામી સપ્તાહમાં લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજીયાતપણે કરાવવાનું રહેશે.
જામનગર તાલુકાના ખેડૂત મિત્રોએ ઉકત યોજના અંતર્ગત લાભાર્થીઓના ઈ-કેવાયસી કરાવવાનું રહેશે. જે માટે, ખેતીવાડી વિભાગના ગ્રામ સેવકઓ દ્વારા કામગીરી કરી આપવામાં આવશે. જામનગર તાલુકાના ખેડૂત મિત્રોએ જે-તે ગામના લગત ગ્રામ સેવકના સંપર્કમાં રહીને ઈ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરાવવાની રહેશે. જે ખેડૂત મિત્રોએ તેમના આધારકાર્ડ સાથે પોતાનો મોબાઈલ નંબર લીંક કરેલ હોય, તો તે ખેડૂત વેબસાઈટ પર જઈને ઉકત કામગીરી પૂર્ણ કરી શકે છે, તેમ વિસ્તરણ અધિકારી (ખેતી), જામનગરની યાદીમાં જણાવાયું છે.