Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠેબા પાસે ત્રણ મહિના પહેલા સર્જાયેલા અકસ્માતની રાવઃ
જામનગર તા. ૧૫ઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક ગઈકાલે સાંજે સ્કૂટરને રાજકોટ તરફથી આવતી મોટરે ટક્કર મારતા એક પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતાને ગંભીર ઈજા થઈ છે. પિતાને પેટમાં દુખતું હોય પુત્ર હોસ્પિટલ લઈ જતાં હતા ત્યારે માર્ગમાં કાળનો ભેટો થયો હતો અને પુત્રએ જિંદગી ગૂમાવી હતી. જ્યારે ત્રણ મહિના પહેલા ઠેબા પાસે એક બાઈકને ડમ્પરે ટક્કર મારી હતી. તેમાં ઘવાયેલા યુવાનના ભાઈએ પોલીસમાં ફરિયાદ કરી છે.
ધ્રોલના ખારાવાડા હનુમાન મંદિર પાસે રહેતા ધીરજલાલ પરમાર નામના સતવારા પ્રૌઢના પિતા છગનભાઈને ગઈકાલે સાંજે પેટમાં દુખાવો થવા લાગતા ધીરજલાલ જીજે-૧૦-ડીજી ૮૨૬૪ નંબરના સ્કૂટરમાં પિતાને બેસાડી ધ્રોલ દવાખાને લઈ જતાં હતા.
ઉપરોક્ત પિતા-પુત્ર જ્યારે રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર હીરાના કારખાના પાસે પહોંચ્યા ત્યારે પાછળથી રાજકોટ તરફથી દોડી આવેલી જીજે-૩-ઈસી ૬૩૨૨ નંબરની મોટરે તેઓને ઠોકરે લીધા હતા. આ અકસ્માતમાં પિતા-પુત્રને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. જેમાંથી ધીરજલાલનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે તેમના પિતા છગનલાલને સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યા છે. મૃતકના પુત્ર રાહુલ પરમારે મોટરના ચાલક સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર આવેલા ઠેબા ગામ પાસે ગઈ તા.૨૧ મેની સવારે કાનાભાઈ રામશીભાઈ લગારીયા નામના મૂળ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામના વતની પોતાના જીજે-૧૦-એબી ૬૭૧૪ નંબરના બાઈકમાં વિજરખી તરફ જતાં હતા ત્યારે જીજે-૧૩-વી ૭૫૮૬ નંબરના ડમ્પરચાલકે તેઓને ઠોકર મારી હતી. ફ્રેક્ચર તેમજ હેમરેજ સહિતની ઈજા પામેલા કાનાભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તના નાનાભાઈ સંદીપ લગારીયાએ ડમ્પરચાલક સામે પંચકોશી-એ ડિવિઝનમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial