Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રખડતા ઢોરની સમસ્યા અંગે
જામનગર તા. ૧પઃ જામનગરના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરે તા. ર૦-૬-ર૦૧૯ ના ગુજરાત પ્રોવીન્સીય મ્યુનિ. કોર્પોરેશન અધિનિયમ-૧૯૪૯ ની કલમ-૪પ૩ અન્વયેના નિયમો અનુસૂચિ-ક, પ્રકરણ-૧૪ ના નિયમ રર થી ર૪ કલમ, ૩૭૬ તથા ૩૦૪ અન્વયે પશુઓ બાબતે જાહેરનામું બહાર પાડ્યું હતું.
આ જાહેરનામું બહાર પાડ્યું ત્યારથી અત્યાર સુધીના સમયગાળામાં જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા જાહેરનામાની અમલવારી અંગે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય નિતિનભાઈ માડમે માહિતી અધિકાર હેઠળ વિગતો માંગી છે.
જેમાં જાહેરનામાની અમલવારીથી આજ સુધીમાં કેટલા કેસ-ફરિયાદો નોંધાઈ છે તેની વિગતો રજુ કરવા માંગણી કરાઈ છે.
જામનગર મહાનગર પાલિકા હદ વિસ્તારમાં કેટલાં ગૌચર આવેલા છે? જામનગરમાં હાલ કેટલા પશુડબ્બા કાર્યરત છે ? તેમાં કેટલા પશુઓ આજ સુધી રાખવામાં આવ્યા છે, તેની પાછળ કેટલો ખર્ચ થયો છે ? ગુજરાત હાઈકોર્ટે રખડતા પશુઓ અંગે ગાઈડલાઈન આપી હોય તો તેની વિગતો આપવા જણાયું છે.
જામનગર મહાનગર પાલિકા તંત્ર દ્વારા રખડતા પશુઓ અંગે શું શું કાર્યવાહી કરવામાં આવે છે ? અત્યાર સુધીમાં રખડતા પશુઓના કારણે કેટલા અકસ્માતો થયા છે અને તેમાં કેટલાને ઈજા થઈ છે અને કેટલા મૃત્યુ પામ્યા છે ? તેમને કોઈ વળતર ચુકવાયું છે? કેટલું ? મ્યુનિ. કમિશનરે ર૦૧૯ માં બહાર પાડેલું જાહેરનામું આજે હાલમાં અમલમાં છે કે સ્થગિત કરી દેવાયું છે ? જો અમલવારી સ્થગિત કરી દેવાઈ હોય તો તેની જાણકારી લોકોને કરવામાં આવી છે ?
આ ઉપરાંત રખડતા કૂતરાઓના ખસીકરણની કામગીરીમાં કેટલાના ખસીકરણ કરાયા ? તેમાં કેટલો ખર્ચ થયો...? આ તમામ પ્રશ્નોના ઉત્તરો અને સંપૂર્ણ વિગતો આપવા નિતિનભાઈ માડમે માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial