Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૃષ્ણની નગરીમાં જ કૃષ્ણની પ્રિય ગાયો નિરાધાર થતી અટકાવવા
દ્વારકા તા. ૧પઃ દ્વારકામાં ગૌશાળાના દબાણને હટાવવા તંત્રની નોટીસના વિરોધમાં ગૌભક્તો દ્વારા ગૌમાતાને નિરાધાર બનતી અટકાવવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
દ્વારકામાં જામનગર હાઈવે રોડટચ આવેલી ૪૦ વર્ષ જુની શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા સેંકડો ગાયોનો નિભાવ કરાતો હોય, આ ગૌશાળાની જગ્યા પર તંત્ર દ્વારા દબા૬ હટાવની કામગીરી અંતર્ગત તંત્ર દ્વારા નોટીસ પાઠવવામાં આવી હોય, જે અનુસંધાને ગૌભક્તો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી તંત્રની ગૌશાળા હટાવવા સંદર્ભેની નોટીસ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો.
તેઓની રજૂઆત અનુસાર કૃષ્ણનગરી દ્વારકામાં કૃષ્ણને પ્રિય ગાયો મટોની ગૌશાળાને જ હટાવવાની તજવીજ કરાતા ચોમાસાની ઋતુમાં સેંકડો ગાયો નિરાધાર બની જાય તેવી સ્થિતિ હોય, ત્યારે તંત્ર દ્વારા ગાયો માટે ઉપયોગમાં લેવાતી જમીન પર કોઈ જ હટાવવાની કામગીરી હાથ ન ધરાય અને ગૌશાળા તરીકે જ જગ્યાનો ઉપયોગ યથાવત રહે તેવી માંગણી સાથે ખંભાળીયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તંત્રની નોટીસની કામગીરીનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત એકતા પત્રકાર પરિષદ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો
દ્વારકાની શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળાના ઉપયોગમાં લેવાતી દબાણ કરાયેલ જમીન અંગે જો તંત્ર દ્વારા ડીમોલીશનની કામગીરી હાથ ધરાશે તો ગુજરાત એકતા પત્રકાર પરિષદ તેનો વિરોધ કરશે તેમ સંસ્થાના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ અનિલભાઈ લાલ દ્વારા જણાવી આ અંગે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરાશે એમ પણ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial