Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરવું, ગુણવંતુ, ગતિશીલ અને ગ્લોબલ ગુજરાત હવે ફાઈવ જી ભણીઃ ગ્રીન ગુજરાત
વલસાડ તા. ૧પઃ દેશના ૭૭ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૃપે વલસાડમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તિરંગો ફરકાવ્યો અને સંબોધન કર્યું હતું.
આ વર્ષે ૧પ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી વલસાડમાં કરવામાં આવી રહી છે. આજે સવારે વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, તેમજ સાથે પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજ વંદન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં કહ્યું હતું કે, આજે જ્યારે વલસાડ જિલ્લામાં રાજ્ય કક્ષાની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આદિવાસી પટ્ટામાં ડાંગ જિલ્લાના ર૭૯ ગામોમાં સર્ફેસ સોર્સ આધારીત પાણી પુરવઠા માટેની ૮૬૬ કરોડ રૃપિયાની યોજનાની જાહેરાત કરીએ છીએ. ડાંગ જિલ્લાને આ યોજનાથી રોજનું ૩૭ એમએલડી પાણી આપવા ૮૬૬ કરોડ રૃપિયાની પાણી પુરવઠા યોજનાને મંજુરી આપી છે. ગરીબ નાગરિકોને વ્યાજખોરોથી બચાવવા માટે સરકારે ૪ હજાર જેટલા લોક દરબારો કર્યા છે. બિપોરજોય વાવાઝોડામાં ૧ લાખથી વધુ લોકોને સમયસર સલામત રીતે આશયસ્થાનો પર પહોંચાડીને વાવાઝોડાનો મક્કમતા સાથે સામનો કર્યો હતો.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ડ્રગ્સ સામેની ઝુંબેશ હોય કે વ્યાજખોરીથી મુક્તિ હોય રાજ્ય સરકારે ગુનો આચરતા તત્ત્વો સામે કડક હાથે કામ લઈને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતિ સાથે સુરાજ્યની અનુભૂતિ કરાવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગ્રીન ગ્રોથનો મંત્ર આપ્યો છે. ગ્રીન ગ્રોથ અને ગ્રીન ક્લીન એનર્જીની દિશામાં ગુજરાતે વિરાટ પ્રોજેક્ટ શરૃ કર્યા છે. કચ્છના ખાવડા નજીક ૩૦ ગીગાવોટનો હાઈબ્રિટ રિન્યુબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે.
ગુજરાત પહેલાથી જ ૪જી તો હતું જ ગરવી ગુજરાત, ગતિશીલ ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને હવે ગુજરાત પજી તરફ આગળ વધી રહ્યું છે અને આ પાંચમો જી એટલે ગ્રીન ગુજરાતને ગણાવાયું છે. વડાપ્રધાને દેશવાસીઓને દરેક જિલ્લામાં ૭પ અમૃત સરોવર બનાવવાનું આહ્વાન કર્યું હતું. તેમના આહ્વાનને ગુજરાત ઉત્સાહ સાથે જીલી લીધું છે. અત્યારે રાજ્યમાં ૩૩ જિલ્લામાં ર૬૪પ અમૃત સરોવર બની ગયા છે. ચાલુ વર્ષે ખરીફ સિઝન માટે રૃા. ૩૦ કરોડ મંજુર કર્યા છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે. આ સાથે જ ગુજરાત ૪ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ધરાવતું રાજ્ય બન્યું છે. વાઈબ્રન્ટ સમિટ આજે બેન્ચ માર્ક બની ગઈ છે. જાન્યુઆરી ર૦ર૪ માં આપણે વાઈબ્રન્ટ સમિટની ૧૦ મી કળી યોજવા જઈ રહ્યા છીએ. વલસાડ એ ભૂમિ છે જેણે ઈરાનથી આવેલા પારસીઓને આવકાર્યા હતાં અને એ પારસીઓએ પણ આઝાદીની લડાઈમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. મારી માટી અભિયાન હેઠળ દેશના અઢી લાખ ગામની માટી દિલ્હી પહોંચાડાશે અને ત્યાં વીરશહીદોના સ્મારક પાસે અમૃત વાટિકાનું નિર્માણ કરાશે. આવો, આપણે બધા આ અભિયાનમાં યોગદાન આપીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial