Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પઃ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ભારતની નામાંકિત કંપની ટાટા મોટર્સ દ્વારા એસયુવી કાર 'ટાટા પંચ' મોટરકારના મોડલનું લોન્ચીંગ જામનગરમાં રાજકોટ હાઈ-વે પર આવેલા વિશાળ ભગવતી ઓટો લીંકના શો-રૂમમાં કરવામાં આવ્યું હતું.
ટાટા મોટર્સ સુરક્ષિત કારના ઉત્પાદન માટે સુપ્રસિદ્ધ છે. એસયુવી ટાટા પંચના મોડેલની વિશેષતામાં જણાવ્યા પ્રમાણે આ અતિ આધુનિક મોડલમાં વ્હીલ ટેકનોલોજી, ટ્વીન સિલિન્ડર, આઈ.સી.એન.જી. ટેકનોલોજીની સુવિધા છે. ટાટા પંચના મોડેલ સાથે ટાટા ટીઆગો, ટાટા ટીગોર, ટાટા અલ્ટ્રોઝ પણ નવી આઈ-સીએનજી ટ્વીન સિલિન્ડર ટેકનોલોજી સાથે ઉપલબ્ધ છે. આઈ.સી.એન.જી. ટેકનોલોજીમાં ડાયરેક્ટ સીએનજી સ્ટાર્ટ, લીક ડીટેક્શન ટેકનોલોજી, માઈક્રો સ્વીચ વિગેરે સુવિધાઓ સામેલ છે.
આ લોન્ચીંગ પ્રસંગે ભગવતી ઓટોલીંકના શાંતુભાઈ રૂપારેલિયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, હસમુખભાઈ હિન્ડોચા, મનિષભાઈ કનખરા, કેતનભાઈ નાખવા, પત્રકાર મુકુન્દભાઈ બદિયાણી, ટેમભા જાડેજા, પ્રદ્યુમનસિંહ વાળા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
આ અંગે વધુ માહિતી માટે જામનગર-રાજકોટ માર્ગ ઉપર હાપામાં આવેલા ભગવતી ઓટો લીંકના શો-રૂમમાં પધારવા અથવા મો.નં. ૯૯૦૯૯ ૯૦૯૦૭, ૯૯૦૯૯ ૯૦૯રપ, ૯૯૦૯૯ ૯૦૯૭૩ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial