Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લાના ૬૧ ગામોમાં એકસાથે કાર્યક્રમોઃ
ખંભાળીયા તા.૧૫ઃ મારી માટી, મારો દેશ - માટીને નમન, વિરોને વંદન અભિયાન હેઠળ ખંભાળીયા તાલુકાના રામનગરમાં મારી માટી મારો દેશ કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. ગ્રામજનોએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી
સમગ્ર દેશમાં મારી માટી, મારો દેશ - માટાીને નમન, વિરોને વંદન અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ માટે શહાદત વહોરનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રારંભે જ એક સાથે જિલ્લાના ૬૧ ગામોમાં સ્મારક તકતી-શિલાફલકમનું અનાવરણ કરાયું હતું. તેમાં ખંભાળીયા તાલુકાના રામનગરમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો.
તમામ ગામોમાં મારી માટી મારો દેશ, કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા અમૃત સરોવર, પંચાયત ઓફિસ, શાળા સહિતના સ્થળોએ શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક પથ્થરની તકલી-શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ હાથમાં માટી અને માટીનો દીવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી અને ગ્રામસભા યોજવામાં આવી હતી. વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ વીરોના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial