Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરમાં તિરંગાનું વિતરણ કરનાર
જામનગર તા. ૧પઃ આજે સમગ્ર દેશમાં ભારત દેશના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની અભૂતપૂર્વ દેશભક્તિ સાથે ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી દિવસની ઉજવણી પૂર્વે જ હર ઘર તિરંગાનું જબરદસ્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાથી જામનગર શહેરમાં દરેક વિસ્તારોમાં ઠેર-ઠેર તિરંગા લહેરાતા જોવા મળે છે. હરઘર તિરંગા અભિયાન માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘરે ઘરે લોકોને તિરંગા વિતરણ કરવા સહિત વિવિધ સ્થળો ઉપર માંડવા બાંધી લોકોને તિરંગા આપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત નગરજનોએ તિરંગાની મોટાપાયે ખરીદી કરીને પોતાના ઘર, ઓફિસો પર તિરંગા ફરકાવી દેશભક્તિ દર્શાવી હતી.
તિરંગાનું વિતરણ કરનાર મહાનગરપાલિકા તંત્ર ખુદ જ મહાનગર સેવા સદનના મુખ્ય બિલ્ડીંગ ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવતા ભૂલી ગયું છે! મહાનગરપાલિકાના ખાસ કરીને ભાજપના પદાધિકારીઓ, ચૂંટાયેલા કોર્પોરેટરો અન્ય કાર્યક્રમોમાં અને દોડધામમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે ખુદના જ મહાનગરપાલિકા સેવા સદનમાં તિરંગાને સન્માન આપવાનું ભૂલી ગયા...
૧પ મી ઓગસ્ટ અને ર૬ જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં તો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું નૈતિક રીતે ફરજિયાત હોય છે. ત્યારે આજે ૧પ મી ઓગસ્ટે જામનગરના મનપાના ભાજપના શાસકો તો ઠીક ભાજપના સંગઠનના હોદ્દેદારોમાંથી પણ કોઈને મનપા સેવા સદન પર રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશ પ્રત્યેની ભાવના દર્શાવવાનું સુઝ્યું નથી!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial