Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામા સુધી વિદ્યાર્થીઓનું આંદોલન યથાવતઃ અલ્ટિમેટમ

વાંગચૂક સૂત્રધાર નહીં માત્ર સમર્થક હતા

                                                                                                                                                                                                      

જામનગર તાા ર૫: નીટ પરીક્ષાનું પેપર લીક થવાના કૌભાંડ સામે કોકરોચ જનતા પાર્ટીએ નવી દિલ્હીમાં જોરદાર વિરોધ પ્રદર્શન સાથે કેન્દ્ર સરકાર સામે આંદોલન શરૂ કર્યુ... આ આંદોલન સંપૂર્ણપણે બીનરાજકીય હોવાનો દાવો કરાયો... અને કોઈપણ રાજકીય પક્ષના નેતાનો, બેનરનો કે પક્ષના નિશાનનો સહારો લેવાનો શરૂઆતથી જ ઈનકાર કરી દેવાયો હતો. દેશભરમાંથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને જાગૃત યુવા વર્ગ આ આંદોલનમાં જોડાયા.

ત્યારે આંદોલનના પ્રથમ તબક્કામાં જ સોનમ વાંગચૂક કે જેમણે કેન્દ્ર સરકાર સામે લેહ-લડાખના પ્રશ્ને આંદોલનનું રણશીંગુ ફૂંક્યુ હતુ, સરકારે તેની સામે કડક કાર્યવાહી કરી હતી, તે મહાશયે આ વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી. જેના કારણે ચોક્કસપણે વિદ્યાર્થીઓના આંદોલનને વેગ અને બળ મળ્યા...

પણ જ્યારે કેન્દ્ર સરકાર સમક્ષ આ આંદોલનનો નિવેડો લાવવાના પ્રયાસો શરૂ થયા ત્યારે વાંગચૂક હોસ્પિટલમાં હતાં. દિલ્હીમાં બે દિવસ સુધી છાત્રો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયા... દિલ્હીમાં જ નહીં પણ બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત જેવા રાજ્યોમાં પણ સરકાર વિરૂદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શનો થયા...

વાંચચૂકને પારણાં કરાવવામાં સરકારે તેની માંગણી સ્વીકારી હોવાનું જણાવાયુ... પણ વાસ્તવિક હકીકત એ છે કે, વિદ્યાર્થીઓનું આંદોલન કરનારા સાથે સરકારે વાટાઘાટ કરી અને તેમાં બે માંગણી સ્વીકારી હોવાનું જાહેર થયું, પણ આ સાથે જ ખૂબ જ મહત્ત્વની અને ગંભીર બાબત પ્રજા સમક્ષ આપી તેમને વિદ્યાર્થીઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે અમારૃં આંદોલન તો ચાલુ જ છે અને રહેશે. વાંગચૂકનાન ઉપવાસ પૂર્ણ કરવા સાથે અમારે કોઈ લેવા દેવા નથી !

વિદ્યાર્થીઓની મુખ્ય માંગણી કેન્દ્રના શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની છે. જે મુદ્દે કેન્દ્ર સરકારે હજી એક પણ શબ્દ ઉચાર્યો નથી. મતલબ સરકાર શિક્ષણમંત્રીના રાજીનામાના પ્રશ્ને જીદે ચડી છે અને તે બાબતમાં નમતુ જોખવા માંગતી નથી !

કોંગ્રેસ સહિતના વિપક્ષોએ સંસદમાં વિદ્યાર્થીઓ ૫રના પોલીસ દમન સાથે શિક્ષણમંત્રીના રાજીનામાની માંગણી સાથે હોબાળો મચાવી દીધો. છતાં મોદી સરકાર ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી હટાવવાના મૂડમાં નથી !

અન્ના હજારે, રામદેવજી જેવા વ્યક્તિાઓએ પણ જણાવ્યું કે વિદ્યાર્થીઓની માંગણી, રોષ વ્યાજબી જ છે. અન્ના હજારેએ તો ત્યાં સુધી જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવાથી સરકાર ગબડી પડવાની નથી. તો શા માટે વડાપ્રધાન હિંમતભર્યા નિર્ણય લેતા નથી...

વડાપ્રધાન ટ્વિટ કરીને કે શોર્ટ વીડિયો ના માધ્યમથી કોઈને કોઈ જાહેરાતો કરે છે, પણ શા માટે ટીવી પર કે સંસદમાં સત્તાવાર રીતે નિવેદન આપતા નથી ? તેવા પ્રશ્નો આંદોલનકારીઓએ ઉઠાવ્યા છે. વાંગચૂકની 'શરણાગતિ' સાથે આંદોલનને કોઈ અસર પહોંચી નથી અને વાંગચૂક તો માત્ર સમર્થક હતા. તેવી સ્પષ્ટતા આંદોલનકર્તાઓએ કરી છે. જે ખૂબ જ ગંભીર અને આગામી સમય માટે નિર્ણાયક અને અસરકારક બની રહે તેવી શક્યતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh