Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફ્રેક્ચર સહિતની ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયાઃ
જામનગર તા. ૨૫: જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર સપડા ગામની ગોળાઈમાં બુધવારની રાત્રે એક વૃદ્ધાને અજાણ્યા બાઈકે ઠોકર મારતા આ વૃદ્ધા ફ્રેક્ચર સહિતની ઈજા પામ્યા છે. તેઓએ અકસ્માત સર્જી નાસી ગયેલા બાઈકચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના સપડા ગામમાં ચારણનેસમાં રહેતા નાથીબેન દેવાભાઈ વીંઝાણી નામના વૃદ્ધા ગયા બુધવારે રાત્રે નવેક વાગ્યે સપડા ગામથી આગળ ગોળાઈમાં રોડ ક્રોસ કરતા હતા.
આ વેળાએ એક અજાણ્યું મોટરસાયકલ પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું. તેના ચાલકે નાથીબેનને હડફેટે લેતા રોડ પર પછડાયેલા આ વૃદ્ધાનો ડાબો પગ ગોઠણની નીચેથી ભાંગી ગયો છે. જ્યારે માથા પાછળ તેમજ જમણા પડખામાં પણ ઈજા થઈ છે. અકસ્માત પછી મોટર સાયકલનો ચાલક નાસી ગયો છે તેની સામે નાથીબેને ગઈકાલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial