Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૧ વર્ષ પહેલાં મેળવી હતી જેલમાંથી રજાઃ
જામનગર તા. ૨૫: દ્વારકા જિલ્લાના ઓખામાં વર્ષાે પહેલાં થયેલી એક હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા થયા પછી સજા કાપતી વખતે ૧૧ વર્ષ પહેલા ફર્લો જંપ કરીને નાસી ગયેલા તામિલનાડુના શખ્સને રાજકોટ રેન્જના આઈજીની ટીમે તામિલનાડુમાંથી દબોચી લીધો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં થયેલી એક હત્યાના ગુન્હામાં તામિલનાડુ રાજ્યના અરીયાલુર જિલ્લાના સાલમદેવી ગામના તામિલમણી ઉર્ફે તાવમણી સ્વામીનાથન (ઉ.વ.૪૭) નામના શખ્સને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
આ આરોપીને સજા કાપવા માટે રાજકોટની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યાં આ આરોપીએ તા.૭-૮-૧પના દિવસે ફર્લો મેળવ્યા પછી પોબારા ભણી લીધા હતા. ૧૧ વર્ષથી નાસતા ફરતા આ આરોપીના સગડ રાજકોટ રેન્જના આઈજીની ટીમ દ્વારા દબાવાતા હતા. જેમાં પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, નરેન્દ્રસિંહ રાઠોડ, સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, કમલેશભાઈ રબારી, મિતેશભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા આ આરોપીના સગડ મેળવી તામિલનાડુ દોડી ગયા હતા. જ્યાંથી તેની અટકાયત કરી રાજકોટ લાવ્યા છે અને ફરીથી જેલમાં ધકેલી દીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial