Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના પીઆઈને લીવ રિઝર્વમાં મૂકી દેવા જિલ્લા પોલીસવડા દ્વારા આદેશ

ગુરૂવારે રાત્રે થયેલા અકસ્માત પછી

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૨૫: જામજોધપુર શહેરના ગાધેશ્વર ફાટક પાસે ગુરૂવારે રાત્રે જામજોધપુર પોલીસ મથકના પીઆઈ પોતાની મોટરમાં પસાર થતા હતા ત્યારે ત્યાં સાઈડમાં ઉભેલા ટ્રેક્ટરની પાછળ તેઓની મોટર ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા. અન્ય એકને ઈજા થઈ હતી. ત્યારપછી ગઈકાલે સાંજે એસપીએ આ પીઆઈની લિવ રિઝર્વમાં બદલી કરી નાખી છે.

જામજોધપુર શહેરના પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ નિલેશ બી. ચૌહાણ ગુરૂવારની રાત્રે પોતાની ક્રેટા મોટરમાં ગાધેશ્વર ફાટક પાસેથી જતા હતા. ત્યારે ત્યાં એક ટ્રેક્ટરમાં મૃત બળદને ચઢાવી રહેલા નુંધાભાઈ નાથાભાઈ ભોજાણી, રામદાસ મૈયારામ દેસાણી ઉર્ફે રમેશભાઈ સાધુ તથા રોનકભાઈ અશોકભાઈ ખાંટ નામના ત્રણ વ્યક્તિને મોટરની ઠોકર લાગી હતી.

આ અકસ્માતમાં નુંધાભાઈ તથા રોનકભાઈના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે રામદાસને ઈજા થઈ હતી. મૃતક નુંધાભાઈના પુત્ર મહેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ એન.બી. ચૌહાણ સામે ગુન્હો નોંધાયો હતો અને લાલપુરના પીઆઈ કે.એલ. ગળચરે તપાસ શરૂ કરી હતી.

તે દરમિયાન ગઈકાલે સાંજે જામનગરના જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીએ પીઆઈ એન.બી. ચૌહાણની લિવ રિઝર્વમાં બદલી કરી નાખી છે. જામજોધપુરના પીઆઈ તરીકે પીએસઆઈ એમ.એલ. ઓડેદરાને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh