Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૫: જામનગરના મોહનનગર આવાસમાં ૧૮ નંબરના બિલ્ડીંગમાં આવેલા સાતમા માળે એક ફલેટની બારીમાંથી ગુરૂવારે રાત્રે યુવા પાર્ક-રમાં રહેતા એક યુવાને કોઈ કારણથી છલાંગ લગાવતા પટકાઈ પડતા ગંભીર ઈજા થવાના કારણે તેઓનું મૃત્યુ થયું છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા યુવા પાર્કમાં શેરી નં.૫માં વસવાટ કરતા યોગેશભાઈ લલીતભાઈ મહેતા ઉર્ફે યજ્ઞેશભાઈ (ઉ.વ.૪૦) નામના વિપ્ર યુવાન ગુરૂવારે રાત્રે જામનગરના ગુલાબનગર સામે આવેલા મોહનનગર આવાસના બિલ્ડીંગ નં.૧૮માં આવ્યા હતા.
તેઓ આ એપાર્ટમેન્ટના સાતમા માળે ફલેટ નં.૭૦પમાં વસવાટ કરતા રેખાબેન પ્રફુલભાઈ સંઘવી નામના વણિક મહિલાના ફલેટમાં હતા ત્યારે રાત્રે સાડા બારેક વાગ્યે કોઈ કારણથી યોગેશભાઈએ સાતમા માળે બારીમાંથી છલાંગ લગાવતા તેઓ ભોયતળિયે પટકાઈ પડ્યા હતા. ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવાની તજવીજ કરાઈ હતી પરંતુ તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. રેખાબેન સંઘવી (ઉ.વ.પર)એ પોલીસને જાણ કરી છે. સિટી એ ડિવિઝનના જમાદાર એમ.ડી. મોરીએ અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial