Advertisement
Author: નોબત સમાચાર

ઈરાન પર બેહરીન અને કુવૈતે પણ હુમલા શરૂ કરી દેતા મહાયુદ્ધના મંડાણ ?: તંગ સ્થિતિ

હોર્મુઝમાં ઓઈલ ટેન્કર પર મિસાઈલ એટેકઃ તમામ ભારતીયો સલામતઃ દરિયાઈ સુરક્ષા પર ફરી સંકટ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૨૫: ઈરાન પર કુવૈત અને બેહરીને પણ હુમલા કરતા ઈરાન- અમેરિકા યુદ્ધ હવે મહાયુદ્ધ તરફ આગળ વધી રહ્યું હોય તેમ જણાય છે. દરમિયાન, હોર્મુઝમાં એક ઓઈલ ટેન્કર પર હળવો થતા ફરી તંગદિલી વધી છે, જો કે તેમાં પ્રવસ કરી રહેલા તમામ ભારતીયો સુરક્ષિત હોવાનું જાણવા મળેલ છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વચ્ચે મિડલ ઈસ્ટક્ષેત્રમાં યુદ્ધ વધુ વકર્યું છે. ઈરાન દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓના જવાબમાં હવે અખાતી દેશો પણ સીધા યુદ્ધમાં કૂદી પડ્યા છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ અનુસાર, બેહરીન અને કુવૈતે પ્રથમ વખત ઈરાન પર સીધા સૈન્ય હુમલા શરૂ કરી દીધા છે.

બેહરીન અને કુવૈતે ઈરાનના મિસાઈલ સ્ટોરેજ અને મહત્ત્વના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ જવાબી કાર્યવાહીમાં સાઉદી અરેબિયા બંને દેશોને ઈન્ટેલિજન્સ (ગુપ્ત માહિતી) અને ડિફેન્સિવ એર કવર આપીને મદદ કરી રહૃાું છે.

અત્યાર સુધી કુવૈત અને બેહરીન જેવા અખાતી દેશો માત્ર પોતાની આત્મરક્ષા પૂરતી જ કામગીરી કરતા હતા. ઈરાન તરફથી આવતા ડ્રોન કે મિસાઈલોને હવામાં જ તોડી પાડવા સુધી જ તેમની સક્રિયતા સીમિત હતી, જેથી યુદ્ધ વધુ ન વકરે. પરંતુ ઈરાન દ્વારા સતત થઈ રહેલા હુમલાઓને જોતા હવે આ દેશોએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે.

ઈરાન લાંબા સમયથી એવા દેશોને નિશાન બનાવી રહૃાું છે જ્યાં અમેરિકાના સૈન્ય બેઝ આવેલા છે. કુવૈતમાં હુમલાઃ ઈરાનનો દાવો છે કે તેણે કુવૈતમાં આવેલા અમેરિકન ઠેકાણાઓ જેવા કે કેમ્પ ઉડૈરી, કેમ્પ દોહા, કેમ્પ આરિફજાન અને અલી અલ સલેમ એરબેઝને નિશાન બનાવ્યા છે. ઈરાની હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને બેહરીનમાં પણ ઈમરજન્સી સાયરન વગાડી નાગરિકોને સુરક્ષિત સ્થળોએ રહેવાની સૂચના આપવામાં આવી છે.

રિપોર્ટ્સ મુજબ, યુએઈ અને સાઉદી અરેબિયા ઈરાન વિરુદ્ધની વ્યૂહાત્મક કામગીરીમાં જોડાયેલા છે, જ્યારે ઓમાન અને કતાર જેવા દેશોએ હજુ સુધી સીધા સૈન્ય હુમલા શરૂ કર્યા નથી. ઈરાન દ્વારા બેહરીન, કુવૈત, જોર્ડન અને યુએઈના અનેક શહેરોને નિશાન બનાવવાના પ્રયાસો બાદ હવે અખાતી ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

ઈરાનની જળસીમામાં શુક્રવારે એક એલપીજી ટેન્કર પર મિસાઇલ હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે. જોકે, રાહતની વાત એ છે કે આ જહાજ પર સવાર તમામ ૨૮ ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે.

તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે તેમજ સમગ્ર મામલા પર ઝીણવટભરી નજર રાખી રહૃાા છે.

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર નિવેદન જાહેર કરીને માહિતી આપી હતી કે, મોઝામ્બિકના ધ્વજ ધરાવતા 'દિશા' નામના એલપીજી ટેન્કર પર આ હુમલો કરવામાં આવ્યો હતો. 'ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઑફ ઇન્ડિયા' (ભારતીય સમુદ્રી કર્મચારીઓનું સંગઠન) અનુસાર, જ્યારે ટેન્કર પર્સિયન ગલ્ફ તરફ આગળ વધી રહૃાું હતું ત્યારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક અજ્ઞાત મિસાઇલ વડે તેના પર પ્રહાર કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલો કોણે કર્યો છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ ઘટનાને કારણે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંના એક એવા હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો આ જળમાર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે, જ્યાંથી વિશ્વના લગભગ ૨૦%ઓઇલ અને ગેસની સપ્લાય પસાર થાય છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને જુલાઈની શરૂઆતમાં અસ્થાયી યુદ્ધવિરામ તૂટ્યા બાદ આ વિસ્તારમાં વ્યાપારી જહાજોની સુરક્ષા પર મોટું જોખમ તોળાઈ રહૃાું છે. ભારતીય દૂતાવાસે આશ્વાસન આપ્યું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ભારતીય નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh