Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હી હાઈકોર્ટે એસઆઈઆર માટે શિક્ષકોને ફરજો અંગે ચૂંટણી પંચને તતડાવ્યુ

અદાલતે પ્રશ્નોની ઝડી વરસાવી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૫: દિલ્હી હાઈકોર્ટે એસઆઈઆર ફરજો માટે શિક્ષકોને તૈનાત કરવા બદલ ચૂંટણી પંચને ઠપકો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચને પ્રશ્ન કર્યો કે રાજ્યમાં શાળાના શિક્ષકોને મતદાર યાદીઓના એસઆઈઆર સંબંધિત કાર્ય માટે શા માટે તૈનાત કરાયા?

દિલ્હી એચસીએ પૂછ્યું છે કે, શું તમે કલમ ૩૨૪ની આડમાં જે ઇચ્છો તે કરો છો? કોઈને પણ માનદ વેતન કે વળતર આપવામાં રસ નથી. શું તમારા દ્વારા જારી કરાયેલા નિર્દેશો જરૂરી ગણી શકાય? શું તમે ફક્ત એમ કહી શકો છો કે અમે વળતર આપી રહૃાા છીએ, તો આવો, અને તેમની રજાઓ બગાડો? શું તેમને આરામની જરૂર નથી? કોર્ટે ચૂંટણી પંચને એવો પણ પ્રશ્ન કર્યો કે, તે કયા અધિકાર હેઠળ શાળાના શિક્ષકોને એસઆઈઆર પર કામ કરવાનો નિર્દેશ આપી રહૃાું છે. જ્યારે ઈસીઆઈ એવા શિક્ષકોને સજા કરી શકે છે. જેઓ એસઆઈઆર પર કામ કરતા નથી.

ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરતા વકીલ સંજય વશિષ્ઠે દલીલ કરી હતી કે દિલ્હીમાં એસઆઈઆર પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને અંતે, ફક્ત ૧૦-૧૪% શાળાના શિક્ષકોને મતદાર યાદી સુધારણા ફરજો માટે બોલાવવામાં આવ્યા હતા. વશિષ્ઠે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ પાસે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૧૩બી(૨) હેઠળ કર્મચારીઓને તૈનાત કરવાની સત્તા છે, અને આ શક્તિનો ઉપયોગ કોઈપણ સમસ્યાઓ ટાળવા માટે થાય છે.

ચૂંટણી પંચના વકીલે દલીલ કરી હતી કે શિક્ષકોને ફક્ત રજાઓ અને શિક્ષણ સિવાયના કલાકો દરમિયાન જ કામ કરવાની જરૂર છે. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે શિક્ષકોને નિયમિત સરકારી કર્મચારીઓની જેમ રજા કેમ નથી મળતી અને રજાઓ દરમિયાન તેમને બૂથ લેવલ ઓફિસર તરીકે કેમ કામ કરવાનું કહેવામાં આવે છે. દિલ્હી હાઈકોર્ટે ભારતીય ચૂંટણી પંચને તેની સ્થિતિ સમજાવતું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો અને આગામી સુનાવણી ૨૮ જુલાઈ માટે નક્કી કરી છે. દિલ્હી હાઈકોર્ટ વકીલો રાજેશ કુમાર ગોગના અને અશોક અગ્રવાલ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં ચૂંટણી સંબંધિત કાર્ય માટે શિક્ષકોનો ઉપયોગ કરવાના ભારતના ચૂંટણી પંચના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

ભારતીય બંધારણની કલમ ૩૨૪ દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવા માટે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના અને સત્તાઓ સાથે સંબંધિત છે. તે સંસદ, રાજ્ય વિધાનસભાઓ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓનું નિર્દેશન, નિયંત્રણ અને સંચાલન કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh