Advertisement
Author: નોબત સમાચાર

દિગ્વિજય પ્લોટ પાસેથી ઈંગ્લીશ દારૂના ચપલા સાથે ઝડપાયેલા શખ્સની અટક

રૂ।.૮૦૦ના ચાર ચપલા કબજે કરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પોલીસે ગઈકાલે એક શખસને ઈંગ્લીશ દારૂના ચાર ચપલા સાથે પકડી પાડ્યો હતો. તેણે સાગરિતનંુ નામ આપ્યું છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગઈકાલે સાંજે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં વલ્લભનગર તરફ જઈ રહેલા પ્રવીણ શંકરભાઈ વાઘેલા નામના શખ્સને શકના આધારે રોકવામાં આવ્યો હતો.

આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂના ચાર ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૮૦૦ની કિંમતના ચપલા કબજે કરી પ્રવીણ વાઘેલાની પૂછપરછ કરતા તેણે પોતાના સાગરિત દિગ્વિજય પ્લોટ-૪૯માં રહેતા અનિલ દામા ઉર્ફે ટકીનંુ નામ આપ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh