Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના નિકાવા ગામ પાસેથી ઈંગ્લીશ દારૂના ૮૦ ચપલા સાથે પરપ્રાંતીય પકડાયો

સિક્કા તથા કાલાવડ નાકા બહારથી ચપલા ઝબ્બેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: કાલાવડના નિકાવા ગામથી ખડધોરાજી તરફના રસ્તા પરથી ગઈકાલે સાંજે એક પરપ્રાંતીય શખ્સ ઈંગ્લીશ દારૂના ૮૦ ચપલા સાથે ઝડપાઈ ગયો છે. કાલાવડ નાકા બહારના રોડ પરથી ગઈરાત્રે એક શખ્સ ઈંગ્લીશ દારૂના ૪૮ ચપલા સાથે પકડાયો છે અને સિક્કામાંથી ચાર ચપલા સાથે એકની અટકાયત કરાઈ છે.

કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસે ગઈકાલે સાંજે ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી પરથી ગઈકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ખડધોરાજી ગામ તરફ જતા રસ્તા પરથી નિકાવા ગામનો કમલેશ જુવાનસિંહ દેવકા નામનો મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની શખ્સને રોકી લેવામાં આવ્યો હતો.

આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂના ૮૦ ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૧૬ હજારનો દારૂ કબજે કરી કમલેશની ધરપકડ કરી છે.

જામનગરના કાલાવડ નાકા બહારથી ઠેબા ચોકડી તરફ જવાના રસ્તા પર ગઈકાલે રાત્રે જઈ રહેલા ફૈઝલ અનવરભાઈ છનીન નામના શખ્સને રોકાવી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે ચેક કરતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂના ૪૮ ચપલા મળી આવ્યા હતા. રૂ।.૩૮૪૦ના ચપલા કબજે કરાયા છે.

જામનગર તાલુકાના સિક્કા ગામના સર્વિસ ચોક પાસેથી ઓસમાણ ગંઢાર નામના શખ્સને ગઈરાત્રે પોલીસે રૂ।.૯૬૦ની કિંમતના ચાર ચપલા સાથે પકડી પાડ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh