Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાડોશમાં રહેતા મહિલા સહિત બે સામે રાવઃ
જામનગર તા. ૨૫: જામનગરના બેડેશ્વરમાં ગરીબનગરમાં બાળક દ્વારા શેરીમાં સાયકલ ચલાવવાના પ્રશ્ને આ બાળકના માતા પર પાડોશી દ્વારા ઢીકાપાટુ, ધોકાથી હુમલો કરાયાની ફરિયાદ કરાઈ છે. પોલીસે એક મહિલા સહિત બે સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના બેડેશ્વર નજીકના પાણાખાણ પાસે ગરીબનગરમાં રહેતા આયશાબેન કાદરભાઈ માણેક નામના મહિલાનો પુત્ર ગુરૂવારે સાંજે શેરીમાં સાયકલ ચલાવતો હતો ત્યારે ત્યાં જ રહેતા અસગર પલેજાએ તે બાળકને ડાળો આપ્યો હતો. તે પછી આયશાબેનની પુત્રીએ સાયકલ ત્યાં ચલાવવાની અસગર પલેજાએ ના પાડી છે તેમ કહ્યું હતું.
આથી આયશાબેન સમજાવટ કરવા માટે અસગર પલેજા પાસે જતા અસગર તથા શીરીનબેન અસગર પલેજાએ ગાળો ભાંડ્યા પછી શીરીનબેને ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો અને અસગરે માથામાં ધોકો ઝીંકી દીધો હતો. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આયશાબેને ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial