Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના ગલ્લામાં વાડી વિસ્તારમાં ૧૦૮ના સ્ટાફ દ્વારા સફળ પ્રસુતી...

માતા તથા નવજાત શિશુને હોસ્પિટલ ખસેડાયાઃ

                                                                                                                                                                                                      

લાલપુર તાલુકાના ગલ્લા ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા એક પરિવારના મહિલાને ગઈકાલે પ્રસુતીની પીડા ઉપડી હતી. તેઓના પરિવારે ૧૦૮ને જાણ કરતા ઈએમટી સુરક્ષાબા ઝાલા તથા પાયલોટ ધવલભાઈ કણઝારીયા ગલ્લા દોડી ગયા હતા. જે ખેતરમાં આ પરિવાર વસવાટ કરે છે ત્યાં સુધી એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હોવાથી અને પ્રસુતીનું વેણ સખત રીતે ઉપડતા ઈએમટી સુરક્ષાબાએ સ્થળ પર જ ડિલિવરી કરાવવી પડી હતી. ત્યારપછી સુરક્ષીત રીતે માતા તથા નવજાત બાળકને ખાટલા પર લઈ એમ્બ્યુલન્સ સુધી લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી હોસ્પિટલ ખસેડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh