Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં ઠંડક પ્રસરીઃ મહત્તમ ર૯ ડીગ્રી

મેઘાવી માહોલ અને વેગીલા વાયરાઓના પગલે

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ મેઘાવી માહોલ અને વેગીલા વાયરાઓના કારણે જામનગર સહિત સમગ્ર હાલર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે. નગરમાં છેલ્લા ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો ૪.પ ડીગરી સુધી નીચે શરકીને ર૯ ડીગ્રીએ પહોંચી ગયો હતો.

જામનગરમાં મેઘાવી માહોલના કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ગત્ ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનમાં ૪.પ ડીગ્રીનો ઘટાડો થયો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો મહત્તમ તાપમાન વધુ ર.ર ડીગ્રી ગગડીને ર૯ ડીગ્રીએ પહોંચી ગયું હતું તથા લઘુતમ તાપમાન એક ડીગ્રીના ઘટાડા સાથે ર૩.પ ડીગ્રી નોંધાયું હતું.

નગરમાં વરસાદના કારણે છેલ્લા ચોવીસ કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૯૭ ટકાએ પહોંચી ગયું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધરીતે ફૂંકાયેલા વેગીલા વાયરા અને વરસાદના પગલે જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh