Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર્દીઓએ પોતે જ ડોક્ટરોને કહ્યું કે તેઓએ દારૃ પીધો હતો!
પટણા તા. ૧પઃ બિહારમાં ફરી લઠ્ઠાકાંડ સર્જાયો છે, અને મોતિહારીના લક્ષ્ભીપુરમાં ઝેરી દારૃ પીવાની આઠ લોકોનો જીવ ગયો છે, જ્યારે બીજા સારવાર હેઠળના ૬ દર્દી ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળે છે.
બિહારમાં ફરી એકવાર લઠ્ઠા કાંડનો કહેર જોવા મળ્યો છે. મોતીહારી જિલ્લામાં ઝેરી દારૃ પીવાથી આઠ લોકોના મોત થયા છે. આ ઉપરાંત લગભગ છ લોકોની હાલત નાજુક છે. આ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
દર્દીઓએ પોતે જ ડોક્ટરોને કહ્યું છે કે, તેમણે દારૃ પીધો હતો, જેના પછી તેમની તબિયત બગડી હતી. મોતિહારી જિલ્લાના લક્ષ્મીપુરમાં ઝેરી દારૃથી હાહાકાર જોવા મળ્યો છે. આ વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. દારૃ પીને મૃત્યુ પામનારાઓમાં રામેશ્વર રામ ઉર્ફે જટા, ધ્રુવ પાસવાન, અશોક પાસવાન, છોટુ પાસવાનનો સમાવેશ થાય છે. તેમાંથી એકનું ક્લિનિકમાં મૃત્યુ થયું હતું. બીજાનું એસએક્સએમસીએચ તરફ જતા રસ્તામાં અને ત્રીજાનું આરસી મેડિકલ કોલેજમાં મૃત્યુ થયું હતું.
આ અગાઉ ડિસેમ્બર ર૦રર માં બિહારના છપરા સહિત અનેક જિલ્લાઓમાં ૧૦૦ થી વધુ લોકોના મોત થયા હતાં. આ પછી વિધાનસભામાં બોલતા સીએમ નીતિશ કુમારે કડક ચેતવણી આપતા કહ્યું કે રાજ્યમાં દારૃબંધી લાગુ છે અને જો તમે દારૃ પીશો તો મરી જશો. તેમણે કહ્યું કે ઝેરી દારૃના કારણે કોઈનું મૃત્યુ થાય તો તેને વળતર આપવામાં આવશે નહીં. અમે રાષ્ટ્રપિતા બાપુના બતાવેલા માર્ગ પર ચાલી રહ્યા છીએ.
ભાજપે ઝેરી દારૃના મુદ્દે નીતિશને ઘેર્યા ત્યારે તે સમયે વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. આ પછી નીતિશ કુમાર ગસ્સે થઈ ગયા અને તેઓ ભાજપ પર ગુસ્સે થતાં જોવા મળ્યા. ભાજપ પર નિશાન સાધતા નીતિશ કુમારે કહ્યું કે તમે બધા પહેલા દારૃબંધીના પક્ષમાં હતાં હવે શું થયું છે?
ઉલ્લેખનિય છે કે, બિહારમાં દારૃ પર પ્રતિબંધની નીતિમાં થયેલા સુધારા મુજબ બિહારમાં પહેલીવાર દારૃ પીતા પકડાયેલા ગુનેગારોને ર૦૦૦ થી પ૦૦૦ રૃપિયા સુધીનો દંડ ભરીને છોડી દેવામાં આવશે અને જેલમાં જશે નહીં. જો પ્રથમ વખત ગુનેગાર દંડ ભરવામાં નિષ્ફળ જાય તો તેને એક મહિનાની જેલની સજા ભોગવવી પડશે. જો કોઈ વ્યક્તિ બીજી વખત દારૃ પીતો પકડાશે તો તેને એક વર્ષ માટે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. અત્યાર સુધીમાં દારૃબંધીનો ભંગ કરનારાઓ સામે ૩.૮ લાખ કેસ નોંધાયા છે તેમાંથી માત્ર ૪,૦૦૦ કેસનો જ નિકાલ થયો છે.
આ લઠ્ઠાકાંડ સર્જાયા પછી ભાજપ દ્વારા મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ડે. સીએમ તેજસ્વી યાદવ સામે તડાપીટ બોલાવવામાં આવી રહી છે.
બિહારમાં થયેલા લઠ્ઠાકાંડમાં ૬ વ્યક્તિએ આંખની રોશની ગુમાવી હોવાના અહેવાલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag