Advertisement
Author: નોબત સમાચાર

જાપાનમાં વડાપ્રધાન ફુમિયો કિશિદા પર સ્મોક બોમ્બથી હુમલોઃ પીએમ સુરક્ષિત

સુરક્ષા જવાનોએ હુમલાખોરને દબોચી લીધોઃ સભામાં વિસ્ફોટ થતાં મચી નાસભાગ

ટોક્યો તા. ૧પઃ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર સ્મોક બોમ્બથી હુમલો થતાં અફડાતફડી મચી હતી. તેઓને સુરક્ષાકર્મીઓ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં અને હુમલાખોરને દબોચી લેવામાં આવ્યો હતો.

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા ઉપર સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષાકર્મીઓએ વડાપ્રધાનને સુરક્ષિત બહાર કાઢ્યા છે. પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિની ધરપકડક રી છે. ધ જાપાન ટાઈમ્સના અહેવાલો મુજબ વડાપ્રધાન ફુમિયો કિશિદા વાકાયામાં શહેરમાં તેમનું ભાષણ કરૃ કરવાના હતાં તે પહેલા જ આ વિસ્ફોટ થયો હતો. સ્મોક બોમ્બ ફેંકાયા પછી ચારેબાજુ ધૂમાડો છવાઈ ગયો હતો. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘટનાસ્થળે એકઠા થયેલા લોકો સુરક્ષિત રીતે ભાગવા માટે દોડતા જોવા મળી રહ્યા છે.

આ દરમિયાન સુરક્ષા દળોએ એક વ્યક્તિને પણ પકડી લીધો હતો. સભામાં વિસ્ફોટ પછી પીએમ કિશિદાને બચાવી લેવાયા હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવાના હતાં. જાપાનમાં આ બીજી વખત છે જ્યારે કોઈ મોટા રાજનેતાની સુરક્ષાનો ભંગ થયો હોય. અગાઉ ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ગયા વર્ષે ૮ જુલાઈએ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભાષણ દરમિયાન શિન્ઝો આબે પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે તેઓ નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતાં. તે જ સમયે તેમના પર ગોળીબાર થયો અને તેઓ અચાનક નીચે પડી ગયા. જે પછી તેને હોસ્પિટલમાં લાવામાં આવ્યા, જ્યાં તેનું મોત નિપજ્યું.

ઉલ્લેખનિય છે કે, જાપાનમાં વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા ભારતના પીએમ જેવી નથી. જાપાનમાં ખૂબ કડક કાયદા છે. ત્યાં બહુ ઓછા વિદેશી લોકો છે. સલામત દેશમાં સુરક્ષાની કોઈ જરૃર નથી, પરંતુ શિન્ઝો આબે પર હુમલા પછી પોલીસે તે અંગે સમીક્ષા કરી હતી અને અગાઉ સુરક્ષા વધુ ચૂસ્ત રાખવામાં આવી હતી, પરંતુ હવે જાપાનની પોલીસ ફરી એકવાર વર્તમાન વડાપ્રધાનની નજર સામે આવી છે. બ્લાસ્ટને લઈને સુરક્ષા વ્યવસ્થાને લઈને સમીક્ષા કરવી પડશે કારણ કે આવનારા સમયમાં હિરોશિમા શહેરમાં પણ જી૭ની તૈયારીઓ થઈ રહી છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ કિશિદાનું ભાષણ સાંભળવા આવેલ લોકો ઘટના પછી અહીં-ત્યાં દોડતા જોઈ શકાય છે. આ દરમિયાન પોલીસકર્મીઓ પણ એક વ્યક્તિને જમીન પાડીને કાબૂમાં લેતા જોવા મળ્યા હતાં.

એવું કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં પીએમને કોઈ ઈજા થઈ નથી. તેઓ તેમના લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં એક કાર્યક્રમમાં બોલવા આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh