Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૫ઃ જામનગરની એક પરિણીતાએ સવા ત્રણ વર્ષ પહેલા ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે તેણીના પિતાની ફરિયાદ પરથી આત્મહત્યાની દુષ્પ્રેરણાનો પતિ સહિત પાંચ સામે ગુન્હો નોંધ્યો હતો. તે કેસમાં આરોપીઓનો છૂટકારો થયો છે.
જામનગરના ભીમવાસમાં રહેતા જયશ્રીબેન મનોજભાઈ વારસાકીયા નામના પરિણીતાએ ગઈ તા.૧પ-૧-૨૦ના દિને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેણીના પિતાએ જયશ્રીબેનને ત્રાસ આપી પતિ મનોજ જયંતિભાઈ, સાસુ રમાબેન, સસરા જયંતિભાઈ કારાભાઈ, નણંદ સંગીતા, નણંદોયા વિનોદ અર્જુન પરમારે મરવા માટે મજબૂર કર્યાની રાવ કરી હતી.
પોલીસે ફરિયાદ પરથી ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, રોજબરોજના જીવનમાં પતિ, પત્ની અને સાસરિયા વચ્ચે થતી ચડભડના કારણે લાગી આવવાથી પરિણીતાએ આત્મ હત્યા કરી લીધી હોય ત્યારે સાસરિયાને જવાબદાર ઠેરવી ન શકાય તેમજ મરી જવા સિવાય અન્ય વિકલ્પ જ ન હોય તેવો પુરાવો રેકર્ડ પર આવ્યો નથી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી તમામ પાંચ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા અને જયન ગણાત્રા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag