Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેડીમાં યુવકને મહિલા સહિત ચારે ફટકાર્યાેઃ
જામનગર તા.૧૫ ઃ જામનગરના બેડી વિસ્તારમાં એક યુવાનને સગાઈ થઈ ગયેલી યુવતી ફોન કરતી હોય ગુરૃવારે રાત્રે એક મહિલા સહિત ચારે માર માર્યાે હતો. જ્યારે જામજોધપુરના મોટી ગોપ ગામના એક યુવાનને પરિણીતા સાથે આડોસંબંધ હોવાની શંકાથી તે યુવાનના મોટાભાઈને ત્રણ પુત્ર-પિતાએ ધોકા, તલવારથી માર મારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ સુલેમાનભાઈ ચાવડા નામના વાઘેર યુવાનને ગુરૃવારે રાત્રે તેના ઘર પાસે જઈ શકીનાબેન, આમીન, શકીનાબેનના પુત્ર મોઈન તથા જુનેદ નામના ચાર શખ્સે ગાળો ભાંડ્યા પછી ધોકા તથા ઢીકાપાટુથી માર માર્યાે હતો. ઈમ્તિયાઝને એક યુવતી સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. તે પછી આ યુવતીની અન્યત્ર સગાઈ થઈ ગઈ હતી. તેમ છતાં તે યુવતી ઈમ્તિયાઝને ફોન કરતી હોય તે બાબતની જાણ થતાં શકીનાબેન સહિતના ચારે હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના અભિષેક મહેશભાઈ જોષી નામના યુવાનને ગઈકાલે બપોરે રાજેશ કાંતિલાલ જોષી, કિશોર ઉર્ફે પિન્ટુ કાંતિલાલ જોષી તથા કાંતિલાલ મેઘજીભાઈ જોષી નામના ત્રણ પુત્ર-પિતાએ સ્મશાન રોડ પર રોકી લીધો હતો. આ યુવાનને રીક્ષામાંથી ઉતરાવી ત્રણેય શખ્સે ગાળો ભાંડ્યા પછી તલવાર, ધોકા, પાઈપથી હુમલો કરી અભિષેકને ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી. સારવારમાં લઈ જવાયેલા અભિષેકે ગઈરાત્રે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેના નાનાભાઈ ઋષિકેશને એક પરિણીતા સાથે આડોસંબંધ હોવાની આશંકાથી ઋષિકેશના મોટાભાઈ અભિષેકને સ્કૂટર તથા બાઈકમાં ધસી આવેલા બે પુત્ર અને પિતાએ ફટકાર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag