Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોપટની જેમ જવાબો આપી રહ્યો છે મહાઠગ... હવા નીકળી ગઈ!
નવી દિલ્હી તા. ૧પઃ મહાઠગ કિરણ પટેલ વિરૃદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જી-ર૦ સમિટના નામે મસમોટી છેતરપિંડી આચરી હતી. કાશ્મીરમાં મોટી ઈવેન્ટના નામે ફ્લાઈટ અને હોટેલ બુક કર્યા હોવાની આ ફરિયાદ સામે અત્યાર સુધીમાં કુલ ૬ ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદમાં કિરણ પટેલ વિરૃદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના વેપારીએ કિરણ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં પીએમઓ ઓફિસના એડિશનલ ડાયરેક્ટરની ખોટી ઓળખ આપી જી-ર૦ સમીટના બેનર હેઠળ હયાત હોટેલમાં ઈવેન્ટ કરી છેતરપિંડી આચારી હોવાનું કહેવામાં આવયું છે. એક વેપારીએ નોંધાવેલ ફરિયાદ મુજબ કિરણ પટેલે કાશ્મીરમાં ઈવેન્ટના નામે ફ્લાઈટ અને હોટેલ બુક કર્યા હોવાનો ખલાસો થયો છે. આ વેપારીએ કિરણ પટેલ સામે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં પીએમો ઓફિસના એડિશનલ ડાયરેક્ટરની ખોટી ઓળખ આપી જી-ર૦ સમીટના બેનર હેઠળ હયાત હોટેલમાં ઈવેન્ટ કરી અને અમદાવાદથી શ્રીનગરની ફ્લાઈટ, લલિત હોટેલનું રૃમનું ભાડું સહિતનો ખર્ચ કરાવ્યો હોવાનું કહેવાયું છે. આ સાથે વોટ્સએપ પર પીએમો ઓફિસરનું વિઝિટીંગ કાર્ડ મોકલી વિશ્વાસ કેળવ્યો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે.
જો કે, ભલભલાને બાટલીમાં ઉતારી ચૂકેલો કિરણ પટેલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની સામે પોપટની જેમ જવાબ આપી રહ્યો છે. તેને ખબર પડી ગઈ છે કે જો અહીંયા જવાબ નહીં આપું તો મારી તમામ હોશિયારી નીકળી જશે. મહાઠગની પૂછપરછમાં સામે આવ્યું છે કે, ઠગે મોટા બિઝનેસમેનને કાશ્મીરમાં રોકાણની લાલચ આપી હતી. આ ઉપરાંત તેણે ગર્લફ્રેન્ડ સાથે ઘણી જગ્યાની મુલાકાત લીધી હોવાનું પણ સ્વીકાર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag