Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોણા આઠ લાખની મત્તા ઉસેડાઈ ગયાની રાવઃ
જામનગર તા.૧૫ ઃ કાલાવડના બેડીયા ગામમાં આવેલા એક ખેડૂત કમ વેપારીના રહેણાંક મકાનમાં ગુરૃવારની રાત્રે ઘૂસી ગયેલા કોઈ તસ્કરે કબાટમાં રહેલી તિજોરીમાંથી રૃા.સાડા સાત લાખ ઉપરાંતના સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી પોણા આઠ લાખની મત્તા ઉસેડી લીધી છે. પોલીસે તસ્કરોના સગડ દબાવ્યા છે.
કાલાવડ તાલુકાના બેડીયા ગામમાં રહેતા ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજા નામના ખેડૂતના મકાનમાં ગુરૃવારની રાત્રે કોઈ તસ્કરો ત્રાટક્યા હતા.
તે મકાનમાં રાત્રે સાડા દસ વાગ્યાથી શુક્રવારની સવારના ત્રણેક વાગ્યા સુધીમાં હાથફેરો થયો હતો. કોઈ શખ્સો તે મકાનના ઓરડાનો દરવાજો ખોલી નાખી અંદર ઘૂસ્યા પછી કબાટ તથા તિજોરીનો લોક તોડી ખાંખાખોળા કર્યા પછી અંદાજે રૃા.૭ લાખ ૭૬ હજારની મત્તા ઉસેડીને પલાયન થઈ ગયા હતા.
તસ્કરોએ કબાટમાં આવેલી તિજોરીમાંથી પોણા ત્રણ તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર, સવા ચાર તોલાના બે કંગન, પાંચ તોલાના સોનાના બે પંજા, દોઢ તોલાનો ચેઈન, દોઢ તોલાની ત્રણ વીટી, સવા તોલાની સોનાની બુટી તે ઉપરાંત છ તોલા વજનના સોનાના નાના-નાના દાગીના તેમજ લક્કી, બે કંડલા, સાડા ત્રણ તોલાનો હાર, સોનાની રૃદ્રાક્ષની માળા, ચાંદીના સાકળા, ગાય , બે સિક્કા તેમજ રૃા.૧૪ હજાર રોકડાની ચોરી કરી હતી. આ બાબતની ગઈકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ભગીરથસિંહે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એચ.વી. પટેલે આઈપીસી ૩૮૦, ૪૫૭ હેઠળ અજાણ્યા તસ્કરો સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૃ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag