Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલિત
ભીવંડી તા. ૧પઃ ભીવંડીમાં ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલિત ઓશવાળ ચેરીટેબલ ક્લિનિક દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ ગેટ ટુ ગેધરનો અનોખો પ્રોગ્રામ યોજાયો હતો. આ સમારોહમાં અતિથિપદે પધારેલા ઓશવાળ શિક્ષણ રાહત સંઘના પ્રમુખ રતિલાલ મેઘજી સુમરિયા, સંઘના માજી પ્રમુખ અશોક વેલજી મારૃ, સંઘના માનદ્મંત્રી મુકેશ સાવલા તથા મુંબઈ સમાજના પ્રમુખ, ટ્રસ્ટીગણ અને વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ઓશવાળ ચેરીટેબલ ક્લિનિકના મુખ્ય દાતા માતુશ્રી કસ્તુરબેન દેવરાજ રામજી સુમરિયા પરિવાર (ગામ વસઈ, હાલ પાર્લા) મુંબઈ પધાર્યા હતાં. હરેશભાઈ તથા તેમના પુત્ર વૈભવનું મોમેન્ટો, શાલ, ફ્રેમ વડે સન્માન કરવામાં આવ્યું હતું. ક્લિનિક ચાલુ કરવાના દાતા મેગજી હીરજી હરિયા પરિવાર તથા આંખોના ચેકીંગ માટે મશીન આપનાર દાતા રાજપાળ ખીમજી ગડા પરિવારનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
આ સાથે સ્ટેજ પરથી બિપીનભાઈ, કેતનાબેન, મૃદુલાબેને કરાઓકેના ગીત-સંગીતનો કાર્યક્રમ રજૂ કર્યો હતો.
આ ઉપરાંત ઓશવાળ ક્લિનિકના ડોક્ટરો તથા સ્ટાફ, ડાયગ્નોક સેન્ટરના ડોક્ટરો, હાલારી સમાજના ડોક્ટરો, બિપીનભાઈ એન્ડ પાર્ટી (કરાઓકે) ના કલાકારો, સિટીના ધીરેન માલદે, નાઈરોબીથી પધારેલા રતિલાલ જુઠાલાલ સુમરિયા, જામનગરથી પધારેલા 'નોબત'ના નિરવભાઈ માધવાણી, ક્લિનિકના કાર્યકર શાંતિલાલ જાખરિયા, મિતેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. હાલારી સમાજના તથા અન્ય સમાજના ડોક્ટરોએ સેવા આપવાની ખાત્રી આપી હતી.
આ સમારોહમાં સૌએ દર છ મહિને આ પ્રકારનો કાર્યક્રમ યોજવાનો સૂર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત દરેક વડીલોએ ક્લિનિકની મુલાકાત લીધી હતી. ઓશવાળ ક્લિનિકમાં દર ગુરુવારે ડો. દિક્ષીત લાઈફ સ્ટાઈલ, ડાયાબિટીસ, મોટાપા રીવર્સ કાઉન્સેલીંગ ક્લાસની જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમનું સંચાલન માનદ્મંત્રી મુકેશભાઈ સાવલા, ક્લિનિકના કન્વીનર ડો. સુરેશ ગડા, કાંતિલાલ સાવલા, ડો. ચારૃલતાબેને કર્યું હતું. કમિટીના સર્વે સભ્યો, અન્ય સેવાભાવી કાર્યકરોએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag