Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરભરમાં આરોપી સામે ચોમેર ફીટકારઃ
જામનગર તા.૧૫ ઃ જામનગરની એક ખાનગી શાળામાં વર્ષ ૨૦૧૫માં ધો.૧૧માં પ્રવેશ માટે ફોર્મ રજૂ કરવા ગયેલી વિદ્યાર્થિનીને આ શાળાના જે તે વખતના આચાર્ય મનિષ બુચએ પોતાની ઓફિસમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. તે વિદ્યાર્થિનીની માતાની નોકરી તેમજ ભાઈની સુરક્ષા અંગે લંપટ આચાર્યએ ધાક ધમકી આપી મ્હોં કાળુ કર્યું હતું.
તે પછી આ સિલસિલો યથાવત રાખવામાં આવ્યો હતો. આચાર્યએ તે વિદ્યાર્થિનીને શાળાની ઓફિસમાં જ અને નાગર ચકલા વિસ્તારમાં આવેલા પોતાના મકાને લઈ જઈ દુષ્કૃત્ય આચર્યું હતું. સતત આઠેક વર્ષ સુધી આ વિદ્યાર્થિનીને દબાણમાં રાખી આચાર્ય મનિષ બુચએ દુષ્કર્મ ગુજાર્યું હતું.
જે તે વખતે તે શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મનિષને હાંકી કાઢવામાં આવતા આ શખ્સ હાલમાં અન્ય એક શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છે. આટલા વર્ષાે સુધી દુષ્કૃત્યનો ભોગ બન્યા પછી હવે છેક તે વિદ્યાર્થિનીએ આચાર્ય મનિષ બુચ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ શખ્સના આશ્રયસ્થાનો પર નજર રાખી છે. આ કિસ્સો જામનગરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
તે દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પણ આ શખ્સની તાત્કાલિક ધરપકડ કરી લેવાની માંગણી સાથે એસપીને આવેદપત્ર પાઠવ્યું છે. પાંચ દિવસમાં જો તેને પકડી લેવામાં નહીં આવે તો પરિષદ વિરોધ પ્રદર્શન પણ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag