Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આજથી વધુ એક વખત વીજ ચેકીંગ

મળસ્કાથી ત્રીસ ટૂકડીઓએ શરૃ કરી વીજ ચેકીંગ કાર્યવાહીઃ લોખંડી બંદોબસ્તઃ

જામનગર તા.૧૫ ઃ જામનગરની પીજીવીસીએલ કચેરીના સ્ટાફ દ્વારા આજથી વધુ એક વખત વીજ ચેકીંગ શરૃ કરાયું છે. સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળની ત્રીસ ટૂકડી ત્રણ સબ ડિવિઝનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં મળસ્કાથી ચેકીંગ માટે ત્રાટકી હતી. સ્થાનિક પોલીસ તેમજ એસઆરપીમેનનો સુરક્ષા બંદોબસ્ત ચેકીંગ ટૂકડીઓને આપવામાં આવ્યો છે.

જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા વીજચોરીને ડામવા માટે વધુ એક વખત આજથી કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત શહેરમાં વીજ ચેકીંગ શરૃ કરાયું છે. જામનગર સર્કલના સિટી-૧ ડિવિઝનમાં આવતા પટેલકોલોની, દરબારગઢ તથા હાપા સબ ડિવિઝનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં આજે સવારે ચેકીંગ માટે ટૂકડીઓ ધસી ગઈ હતી.

ત્રણેય સબ ડિવિઝનમાં આવતા શહેરના રામેશ્વર નગર, વિનાયક પાર્ક, નવજીવન સોસાયટી, ગુલાબ નગર, રામવાડી, રવિ પાર્ક તેમજ ધુંવાવ અને હાપાની આજુબાજુમાં આવેલી કોલોનીઓમાં સ્થાનિક વીજ અધિકારીઓના વડપણ હેઠળ ની ત્રીસ ટૂકડીઓ મળસ્કેથી વીજ ચેકીંગમાં જોતરાઈ છે.

ટૂકડીઓ સાથે સ્થાનિક પોલીસના ૨૧ જવાન, ૧૬ એસઆરપીના જવાન અને ૩ વીડિયોગ્રાફરને જોડવામાં આવ્યા છે.

બેડીમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકને ૪૦ લાખનું અપાયું બીલ

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા વિન્ડ મીલ નજીકના મેદાનમાં રમાડાતી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુરૃવારની રાત્રે વીજ ટૂકડીઓ ચેકીંગ માટે ધસી ગઈ હતી. ત્યાં વીજજોડાણ અંગે ચકાસણી કરાતા ટુર્નામેન્ટના આયોજક સુલેમાન ઉમરભાઈ દલે ટુર્નામેન્ટના આયોજનમાં વીજવપરાશ માટે કાયદેસરનું જોડાણ મેળવ્યા વગર જ નજીકમાં આવેલા ટ્રાન્સફોર્મરમાંથી સીધુ વીજજોડાણ મેળવી લીધાનું ખુલ્યું હતું.

તે સ્થળેથી વીજવાયર, હેલોઝન લાઈટ વગેરે વીજ સાધનો કબજે કરવામાં આવ્યા પછી રૃપિયા પાંચેક લાખની વીજચોરી આકારવામાં આવી હતી. તે પછી જેટલા દિવસથી તે ટુર્નામેન્ટ રમાડાતી હતી. તે દિવસો, ત્યાં વપરાશી હેલોઝન લાઈટ વગેરેની ચોક્કસ ગણતરી કર્યા પછી ટુર્નામેન્ટના આયોજકને રૃા.૩૮ લાખ ૭૨,૨૫૨નંંુ વીજચોરીનું બીલ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત કમ્પાઉન્ડ ચાર્જના રૃા.૨ લાખ ૧પ હજાર પણ ભરપાઈ કરવા આયોજકને જણાવાયું છે.

જામનગર શહેરમાંથી આજે ઝડપાઈ ૬૯ જોડાણોમાંથી રર લાખની વીજચોરી

જામનગરના પટેલ કોલોની, રામેશ્વરનગર, ગુલાબનગર, હાપા અને ધુંવાવ સહિતના વિસ્તારોમાં આજ સવારથી સ્થાનિક પીજીવીસીએલ કચેરીના અધિકારીઓના વડપણ હેઠળની ત્રીસ ટૂકડીઓએ હાથ ધરેલી ચેકીંગ કાર્યવાહી અંતર્ગત ૩૪ર વીજજોડાણો ચેક કરાયા હતા. જેમાંથી ૬૯ જોડાણોમાં ગેરરીતિ મળી આવતા તેના ધારકોને રૃા.રર લાખના પુરવણી બીલ આપવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh