Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિવાસી અધિક કલેક્ટરે યોજી વર્ચ્યુલ બેઠક
ખંભાળિયા તા. ૧પઃ સ્વાગત કાર્યક્રમના વીસ વર્ષ પૂર્ણ થતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વાગત સપ્તાહ ઉજવાશે. આ માટે નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.
મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરૃઆત તા. ર૪-૪-ર૦૦૩ થી થઈ હતી. આ કાર્યક્રમને એપ્રિલ ર૩ માં ર૦ વર્ષ પૂર્ણ થાય છે. જે નિમિત્તે સરકાર દ્વારા એપ્રિલ માસના ચોથા સપ્તાહને તા. ર૯-૪-ર૦ર૩ સુધી સ્વાગત સપ્તાહ ઉજવવાનું નક્કી કરેલ છે. જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે, સ્વાગત સપ્તાહનો અવેરનેશ કાર્યક્રમ તથા ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગતનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવેલ છે. જેમાં તા. ૧પ-૪-ર૦ર૩ ના પંચાયત વિભાગના સંકલનમાં રહી આઈસેગ-સેટકોમ દ્વારા તલાટી-કમ-મંત્રી, સરપંચ તથા ગ્રામ પંચાયતના સભયોને તાલીમ આપવામાં આવશે.
તા. ૧૭-૪-ર૦ર૩ સુધી ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દ્વારકા તાલુકામાં વરવાળા, ચરકલા અને ગોરિયારી, કલ્યાણપુર તાલુકામાં નંદાણા, ભાટિયા, રાણ, કલ્યાણપુર, ધતુરિયા, લાંબા, ભોગાત, ખંભાળિયા તાલુકામાં બજાણા, ભાડથર, શક્તિનગર, ઉગમણા બારા, વડત્રા, ધરમપુર, હર્ષદપુર, વાડીનાર તેમજ ભાણવડ તાલુકામાં ઢેબર, મોટા કાલાવડ, સણખલા અને વેરાડમાં આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગ્રામજનો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે.
તા. ર૪-૪-ર૦ર૩ થી તા. ર૬-૪-ર૦ર૩ દરમિયાન તાલુકા સ્વાગતનું આયોજન કરવામાં આવેલ છે. તા. ર૭-૪-ર૦ર૩ ના જિલ્લા સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા અધિકારીઓને જરૃરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મામલતદારો, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag