Advertisement
Author: નોબત સમાચાર

કરિયાણાની દુકાનની દીવાલ તોડવાની ફરિયાદ ન લેવાતા એસપીને અરજી પછી નોંધાયો ગુન્હો

કોર્ટ મેટરના નામે પોલીસે ફરિયાદ ન લેતા જાગી ચર્ચાઃ

ઓખા તા. ૧૩: ઓખા પોલીસ દ્વારા એક દુકાનમાં દીવાલ તોડીને તોડફોડ કરાઈ હોવા છતાં આ બાબતની ફરિયાદ લેવામાં આવતી નથી તેવી રજૂઆત એક આસામીએ એસપીને કરી હતી જેના પગલે ઓખા પોલીસે પિતા-પુત્ર સામે ગુન્હો નોંધ્યો છે. એસપીની રજૂઆત પછી ત્રીજા દિવસે પોલીસે કાર્યવાહી કરવી પડી હતી.

ઓખા શહેરમાં હીરેન રતીલાલ નામના આસામીની કરિયાણાની દુકાન આવેલી છે. તે દુકાન તેમના પિતા રતીલાલ પ્રેમજીભાઈ લાલે વર્ષ ૧૯૯૬ માં કબજા સહિતના સોદા ખત થી પ્રભુદાસ અરજણભાઈ વારા પાસેથી લેવામાં આવી હતી. તે દુકાનનો સમજૂતી મુજબ પ્રભુદાસે દસ્તાવેજ કરી આપ્યો ન હતો. ત્યારપછી રતીલાલનું અવસાન થતાં તેમના વારસોએ અવારનવાર કહ્યું હોવા છતાં પ્રભુદાસ દસ્તાવેજ બનાવી આપતા ન હતા.

આ મુદ્દે અદાલતનો આશરો લેવાયો હતો. વર્ષ ૨૦૨૧માં અદાલતે એ દુકાન કોઈએ ખાલી કરાવવી નહીં તેવો મનાઈહુકમ આપ્યો હતો. તેમ છતાં પ્રભુદાસ વારા અને અવધેશ પ્રભુદાસ વારા ગઈ તા.૯ના દિને તે દુકાનની દીવાલ તોડી અંદર ઘૂસ્યા પછી સામાન તથા રોકડ સગેવગે કરી નાખ્યા હોવાની ફરિયાદ માટે હીરેન લાલ પોલીસ મથકે પહોંચ્યા હતા.

તેઓની ફરિયાદ લેવામાં ન આવી હતી. તેથી હીરેનભાઈએ જિલ્લા પોલીસવડાને તેની રજૂઆત કરતી અરજી કરી હતી તે પછી ગયા શુક્રવારના બનાવની રવિવારે રાત્રે ઓખા પોલીસે ફરિયાદ નોંધી છે. કોર્ટમાં કેસ કર્યાે હોય અને તેનો ચૂકાદો ન આવ્યો હોય ત્યાં સુધી માલિકી હક્ક નિશ્ચિત ન થાય પરંતુ કોઈ મિલકતમાં ગેરકાયદે પ્રવેશ કરવામાં આવે અને તોડફોડ કરવામાં આવે તો તે ગુન્હો બનતો નથી? એસપીને રજૂઆત પછી ઓખા પોલીસે ગુન્હો નોંધ્યો હોવાથી પોલીસની કામચોરીની છાપ વધુ ખરડાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh